HomeNationalબીજી દીકરી જન્મી તો પિતાએ અનોખા અંદાજમાં કર્યું સેલિબ્રેશન,જુઓ શું

બીજી દીકરી જન્મી તો પિતાએ અનોખા અંદાજમાં કર્યું સેલિબ્રેશન,જુઓ શું

બાપ અને દીકરી વચ્ચેનો સંબંધ બાકી બધા રિલેશન કરતા ઘણો અલગ હોય છે. દરેક દીકરી પોતાના પિતાને સૌથી બેસ્ટ માનતી હોય છે. એક બાજું ઉદરમાં જો દીકરી હોય તો સમાજના કેટલાક વર્ગોને પસંદ પડતું નથી. પણ હાલના સમયમાં કેટલાક પિતા પણ એવા હોય છે જે દીકરીનો જન્મ થતા મોટું સેલિબ્રેશન કરે છે. બિહારના બેતિયામાંથી આવી એક ઘટના સામે આવી છે. જ્યાં એક પરિવારમાં બીજી દીકરીએ જન્મ લેતા એટલું મોટું સેલિબ્રેશન કરવામાં આવ્યું કે, લોકો જોતા રહી ગયા.

આખા ગામમાં આ ઘટના એક ચર્ચાનો વિષય બની રહ્યો છે. દીકરીને જ્યારે હોસ્પિટલથી ઘરે લાવવામાં આવી ત્યારે પિતાએ કારને મસ્ત રીતે ડેકોરેટ કરી હતી. જેમાં દીકરીને ઘર સુધી લાવવામાં આવી હતી. હેલ્થ સેન્ટરથી વાજતેગાજતે દીકરીને ઘર સુધી લાવવામાં આવી હતી. આ મામલો બેતિયાના મૈનાટાના ચપરિયા ગામનો છે. જ્યાં દીકરીનો જન્મ થતા પિતાએ ખુશ થઈને મસમોટું સેલિબ્રેશન કર્યું હતું. જે રીતે પિતાએ સેલિબ્રેશન કર્યું એ હવે ચર્ચામાં છે. શેષનાથ કુમારને ત્યાં બીજી દીકરીનો જન્મ થયો હતો. દીકરીને ઘર સુધી લાવવા માટે કારને ડેકોરેટ કરવામાં આવી હતી અને ફુગ્ગાથી ડેકોરેશન કરાયું હતું. પિતાએ દીકરીને ઘર સુધી લાવવા માટે કાર ભાડે કરી હતી. પછી નવજાત બાળકીને આ કારમાં બેસાડી ઘર સુધી લાવવામાં આવી. બાળકીને પિતા શેષનાથ કુમારે કહ્યું કે, મારા ઘરે ઝાંસીની રાણી જેવી દીકરી લક્ષ્મીબાઈનો જન્મ થયો છે. કારને ડેકોરેટ કરી એમાં એને બેસાડીને ઘર સુધી લાવ્યા છીએ. લોકો પોતાનો દીકરી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ.

વડાપ્રધાન મોદીએ બેટી પઢાવ, બેટી બચાવનો નારો આપ્યો છે. લોકોએ દીકરીનું સન્માન કરવું જોઈએ. દીકરીને ભણાવી ગણાવીને આત્મનિર્ભર કરવી જોઈએ. જોકે, આવું પહેલી વખત બન્યું નથી. આ પહેલા દિલ્હીના એક પરિવારમાં પહેલી વખત દીકરીનો જન્મ થતા પરિવારે મસમોટું સેલિબ્રેશન કર્યું હતું. આખા ઘરને ડેકોરેટ કરીને મોટો જમણવાર કર્યો હતો. ધીમે ધીમે સમાજમાં એક પ્રકારની જાગૃતિ આવતા હવે દીકરીના જન્મને અપશુકનિયાળ માનવા વારો વર્ગ નાનો છે. લોકો શિક્ષિત થતા ધીમે ધીમે દીકરીને લોકો સ્વીકારતા થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW