HomeGujaratપેટ્રોલ-ડીઝલ બાદ હવે મનોરંજન ક્ષેત્રમાં ભાવ વધારો, આ રેટ વઘતા ટીવી જોવું...

પેટ્રોલ-ડીઝલ બાદ હવે મનોરંજન ક્ષેત્રમાં ભાવ વધારો, આ રેટ વઘતા ટીવી જોવું નહીં પોસાય

પેટ્રોલ-ડીઝલ, સિંગતેલ અને ગેસમાં થયેલા ભાવ વધારા બાદ વધુ એક આર્થિક ફટકો પડવાનો છે. વધુ એક નાણાંકીય બોજ ઝેલવા તૈયાર રહેવુ પડે તેમ છે. ટીવી મનોરંજન 50 ટકા સુધી મોંઘુ થઈ શકે એમ છે. સ્ટાર એન્ડ ડીઝની ઈન્ડિયા, ઝી એન્ટરટેઈનમેન્ટ, સોની પિકચર્સ નેટવર્ક તથા વાયાકોમ 18 એ નવા સુધારેલા ટેરીફ ઓર્ડરમાં તા.1 ડીસેમ્બરથી ભાડામાં વધારો કરવાનું એલાન કર્યું છે. કેન્દ્ર સરકારે લાગુ પાડેલા નવા ભાડા નિયંત્રણોનું આ પરિણામ છે કે, ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ગ્રાહકોનો જેટલી ચેનલ જોવી હોય તેટલા જ ભાવ ચુકવવાના ઉદેશ સાથે નવો ભાડા કાયદો ઘડાયો હતો.પરંતુ હવે બ્રોડકાસ્ટર કંપનીઓ ભાડાવધારો ઝીકવા લાગી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

એક ચેનલના રૂ.15 થી 25 નકકી કર્યા છે. બ્રોડકાસ્ટર કંપની વિવિધ ભાડા કાયદા અનુસાર ચેનલોનું પેકેજ નકકી કરે તો કોઈપણ એક ચેનલના ભાડા રૂ.12 થી વધુ લઈ શકાતા નથી. કંપનીઓએ લોકપ્રિય ચેનલોને પેકેજમાંથી અલગ તારવીને હવે ઓવરઓલ ભાડું વધારી દીધું છે. આ સંજોગોમાં સ્ટાર પ્લસ, કલર્સ, ઝી ટીવી, સોની તથા અમુક પ્રાદેશિક મનોરંજક ચેનલો જોવી હોય તો ગ્રાહકોએ અલગથી પૈસા ભરવાના રહેશે. માસીક કેબલ બીલ 30 થી 50 ટકા વધી જશે. એક સિનિયર અધિકારીએ આ વિષય પર કહ્યું કે, કેસનો ઉકેલ આવતો નથી. અને નિયમનકાર ટ્રાઈ કડક કાર્યવાહી કરી છે. ત્યારે સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવા સિવાય છૂટકો નથી. તા. 1લી ડીસેમ્બરથી સ્ટાર-ડિઝનીનાં પેકેજનાં રૂ.49 ને બદલે રૂ.69 સુધીના ચુકવવા પડશે. સોની પીકચર્સ માટે રૂા.39 ને બદલે રૂ.71 અને વાયાકોમ માટે રૂ.25 ને બદલે રૂ.39 ચુકવવા પડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW