HomeGujaratશેર માર્કેટ, સેંસેક્સમાં 600 પોઈન્ટનો કડાકો નિફ્ટી 16600થી નજીક

શેર માર્કેટ, સેંસેક્સમાં 600 પોઈન્ટનો કડાકો નિફ્ટી 16600થી નજીક

ભારતીય શેરબજારે બુધવારે ફરી એકવાર નબળી શરૂઆત કરી છે. સેન્સેક્સ અને નિફ્ટીએ મોટા ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી. વૈશ્વિક પરિબળના દબાણ હેઠળ રોકાણકારોએ ફરી એકવાર વેચવાલી શરૂ કરી હતી. બુધવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 600 પોઈન્ટ ગગડ્યો હતો. શરૂઆતના સત્રમાં સેન્સેક્સ 618 પોઈન્ટ ઘટીને 55,629.30 પર ખુલ્યો હતો અને નિફ્ટી 21 પોઈન્ટના ઘટાડા સાથે 16,593.10 પર ખુલ્યો હતો. બુધવારે સવારે 9.24 વાગ્યે સેન્સેક્સ 613 પોઈન્ટના ઘટાડા સાથે 55,700ની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 144 પોઈન્ટના ઘટાડા સાથે 16,650 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો આપણે સેક્ટર મુજબ જોઈએ તો બજારમાં આજે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે.

જ્યારે બેંક અને ઓટો સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે મેટલના શેર આજે નાજુક બોર્ડર પર ટ્રેડ કરી રહ્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં કોમોડિટીના ભાવ વધી રહ્યા છે, જેના કારણે રોકાણકારો મેટલ સેક્ટરના શેરો પર સટ્ટો લગાવી રહ્યા છે. ICICI બેંકના શેરમાં 3 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે એશિયાના મુખ્ય શેરબજારોમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ. સિંગાપોરના એક્સચેન્જમાં 0.78 ટકા અને જાપાનમાં 1.33 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તાઈવાનમાં પણ 0.32 ટકાના નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ થયું. માત્ર સાઉથ કોરિયાના માર્કેટમાં 0.06 ટકાનો વધારો જોવા મળ્યો છે. યુરોપિયન બજારો પણ એક દિવસ અગાઉ લગભગ 4 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી ભારતીય શેર માર્કેટ પર માઠી અસર થઈ રહી છે. જોકે, થોડા સમય પહેલા કોમોડિટીમાં ભાવ વધારો થતા મોંઘવારીનું ચિત્ર ઉપસ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW