કોરોના વાયરસ પછી રાજ્યમાં જે રોગ હાહાકાર મચાવી રહ્યો છે, એ રોગમાં એક નાના બાળકનો ભોગ લેવાઈ ગયો છે. હાલ ગુજરાતમાં ફાટી નીકળેલા ગુલિયન બારી સિન્ડ્રોમથી રાજ્યમાં પ્રથમ મોત થયુ છે. GBSથી પીડાતી વડોદરા પાસે આવેલા મહિસાગરની બાળકીનું SSGમાં મોત થયું છે. આ મોતથી આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે દોડતુ થઈ ગયું છે. જિલ્લા આરોગ્ય ટીમે મૃતકના ઘરની મુલાકાત લીધી છે. આ ઉપરાંત ઉચ્ચ તબીબ અધિકારીઓએ બીમારીને લઈને બેઠક પણ યોજી હતી.
આખી દુનિયામાંથી કોરોના વાયરસ સંપૂર્ણપણે નાબુદ થયો નથી. ત્યાં ગુજરાતમાં એક ભયંકર રોગ જોવા મળી છે. જેનાથી તબીબોની ચિંતા રાતોરાત વધી છે. એવામાં હવે બાળકનો શિકાર થતા મેડિકલ ક્ષેત્રે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના પંચમહાલમાં GBS સિન્ડ્રોમના કેસ મળી આવતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ રોગની ઝપેટમાં ગોધરા અને શહેરાના ધારાપુર ગામના લોકો આવી ગયા હતા. પછી એમની ખાસ ટ્રિટમેન્ટ શરૂ કરી દેવામાં આવી હતી. GBS સિન્ડ્રોમને ફેલાતો રોકવા માટે આરોગ્ય વિભાગ રાતોરાત સક્રિય થઈ સેમ્પલિંગ લેવાની કામગીરી ચાલું કરી દીધી. GBS સિન્ડ્રોમના પંચમહાલમાં જે આઠ કેસ મળ્યા છે. તે દર્દીઓ હાલ ખાનગી હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ લઈ સ્વસ્થ થઈ રહ્યા છે. આ રોગની ઝપેટમાં આવનારાઓમાં બાળકોની સંખ્યા વધારે છે. GBS સિન્ડ્રોમ રોગની વિશે વાત કરવામાં આવે તો તા. 18 ફેબ્રુઆરીએ ત્રણ કેસનો રિપોર્ટ આવ્યો હતો. જેમાંથી ખ્યાલ આવ્યો હતો કે, આ સિન્ડ્રોમ કોરોના વાયરસ બાદ સક્રિય થઈ રહ્યો છે. જેની સીધી પહેલા બાળકો પર થઈ રહી છે. ત્યારબાદ ધીમીધીમે કેસનો આંકડો મોટો થતો ગયો અને આઠ સુધી પહોંચી ગયો. હવે આ રોગે એક બાળકીનો ભોગ લેતા મેડિકલ વિભાગમાં ચિંતા વધી ગઈ છે.
GBS સિન્ડ્રોમના લક્ષણો
આ વાયરસનો પગ પેસારો સૌ પ્રથમ શ્વાસોશ્વાસ અથવા જઠરથી થાય છે
દુર્લભ ઑટૉઇમ્યૂન ડિસઑર્ડર હોવાનો નિષ્ણાતોનો મત છે.
અસરગ્રસ્ત દર્દીને વધારે પ્રમાણમાં લકવાગ્રસ્ત બનાવી દે છે.
GBS નર્વસ સિસ્ટમ મગજથી લઈને કરોડરજ્જુ અને શરીરના જુદા જુદા ભાગો સુધી ફેલાયેલી હોય છે
શરીરના અંગમાં ખાલી ચઢવી, અશક્તિ આવવી, શરીરના ઉપરના ભાગે વધુ અસર કરે છે.
ગુલીયન બારે સિન્ડ્રોમની સારવાર ખૂબ ખર્ચાળ છે.
દર્દીને શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ થતાં વેન્ટીલેટર પર રાખવા પડે છે.

