વાંકાનેર તાલુકાના જાલી ગામમાં એક યુવતીનું નરાધમોએયુવતીનું અપહરણ કર્યું હતું બાદમાં તેને ઝાડ સાથે બાંધી દીધી હતી અને મુખ્ય આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે બનાવ અંગે યુવતીના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં 2 શખ્ફસ વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામમાં સીમમાં રહી ખેત મજુરી કરતા એક પરિવાર પર જાણ આભ તૂટી પડ્યું હોય તેવી ઘટના સામે આવી છે.વાંકાનેરના આ નાનકળા ગામમાં ખેત મજુરી કરતા પરિવાર યુવાન દીકરી એકલી હતી ત્વયારે હેલી સવારે ભૂપત સરાણીયા અને અન્ય એક શખ્સ બાઈકમાં આવી પહોચ્યા હતા અને પરાણે ઘરેથી ઉઠાવી હતી યુવતીએ બચવવા મદદ માંગતા શખ્સોએ તેના મોઢાં પર ચુંદડી બાંધી દીધી હતી. અને અવાવરું જગ્યાએ લઇ જઈ ઝાડવા સાથે બાંધી દીધી હતી અને નરાધમ ભૂપત સરાણીયાએ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી બન્ને ફરાર થઇ ગયા હતા બનાવ અંગની જાણ થતા યુવતીના પિતાએ બન્ને શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસની ટીમે ફરિયાદ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

