મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાજેતરમાં વર્ગ 4ના કર્મચારીની અલગ અલગ વિભાગમાં બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં સોનાબેન આંબાભાઈ નામના મહિલા કર્મી તેની બદલીથી નારાજ હતા. જોકે તેઓ પાલિકા ચીફ ઓફિસર પાસે બદલી ન કરવા રજૂઆત કરવા ગયા હતા. જોકે ચીફ ઓફિસરે બદલી યથાવત રાખતા મહિલા કર્મી નારાજ થયા હતા અને ચીફ ઓફિસર તેમજ પાલિકાના અન્ય હોદેદારોની હાજરીમાં બેફામ વાણી વિલાસ કર્યો હતો સાથે સાથે પાલિકા કચેરીમાં કેરોસીન છાંટવાનો પ્રયાસ કર્યો હતો જોકે હાજર કર્મચારી દ્વારા તેમની પાસેથી કેરોસીન નું કેન છીનવી લીધું હતું તેમ છતાં મહિલા કર્મીએ તેમનું વર્તન યથવાત રાખતા અંતે પોલીસની મદદ લેવી પડી હતી જે બાદ મહિલા પોલીસ પાલિકા કચેરીએ પહોચી હતી અને તેમની અટકાયત કરી હતી બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા
બીજી તરફ મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ સોનાબેનની ગંભીર ગેર વર્તુણક બદલ તત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા તપાસ અધિકારીને પણ 7 દિવસમાં તેમના રીપોર્ટ આપવા હુકમ કર્યો હતો.

