સુરત,ગાંધીનગર વેરાવળ સહીત રાજ્યના અલગ અલગ જીલ્લામાં યુવતીઓ પર જીવલેણ હુમલા અને હત્યાની ઘટના સામે આવી હતી. બીજી તરફ શાળા કોલેજ બહાર રોમીયોગીરી કરતા તત્વોનો ત્રાસ વધ્યો છે. ધૂમ બાઈક લઈને નીકળતા તત્વો શાળા કોલેજ આસપાસ આટાફેરા કરી રહ્યા છે તેમજ યુવતીઓની છેડતી કરી તેમજ જાહેરમાં ઠઠ્ઠા મશ્કરીઓ કરતા હોવાની ફરિયાદ ઉઠી છે ખાસ કરીને શનાળા રોડ પર આવેલ શાળા કોલેજની આસપાસ તેમજ મુખ્ય બજારમાં આ તત્વો બેફામ બની રહ્યા છે. જેના કારણે વિધાર્થીનીઓની સ્થિતિ કફોડી બની રહી છે.મોરબીમાં અગાઉ આવી ફરિયાદ ઉઠતા જે તે સમયે જિલ્લા પોલીસ દ્વારા એન્ટી રોમિયો સ્કોવોર્ડ બનાવી આવા તત્વો પર કડક એક્શન લેતા શહેરમાં મહિલા અને યુવતીઓને સુરક્ષાની અનુભૂતિ થતી હતી હવે મોરબીમાં ફરી આસ સ્થિતિ ઉદ્ભવી છે ત્યારે ત્યારે મોરબી જિલ્લા પોલીસ ફરી એકવાર એન્ટી રોમીયો સ્કવોર્ડ ફરી સક્રિય બને અને ફરીવાર શાળા કોલેજ તેમજ જાહેર વિસ્તારમાં મહિલાઓની છેડતી કરતા તત્વો વિરુધ્દ કડક એક્શન લેવા માગણી ઉઠી છે આ બાબતે જિલ્લા ગ્રાહક સૂરક્ષા મંડળના લાલજીભાઈ મહેતાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે

