ખેડા જિલ્લામાં વર્ષ 2013માં 15000ની લાંચ લેવાના મામલે ઝડપાયેલા મહેદાબાદના મહિલા મામલતદારને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી છે. આ સાથે એમનો કોમ્પ્યુટર ઓપરેટર પણ સામિલ છે. એને પણ કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી છે. આ ઘટનાને કારણે અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ACBએ લાંચ કેસમાં કરેલા વોઈસ રેકોર્ડિંગને કોર્ટે માન્ય રાખી મહિલા સામે પગલાં લીધા હતા. જેમાં સજા રૂપે ચાર વર્ષની સજા ફટકારી છે.
ખેડા જિલ્લાના મહેદાબાદમાં મામલતદાર કયેરીમાં વર્ષ 2013માં ફરજ બજાવતા મહિલા મામલતદારે નવી શરત જમનમાંથી જૂની શરત હુકમની પડેલી કાચી એન્ટ્રી મંજૂર કરવા બદલ રૂ.15000ની લાંચ માગી હતી. તત્કાલિન મામલતદાર એમના મળતીયા સાથે મળીને ફરિયાદી સાથે ટેલિફોનિક વાત કરી હતી. જે વાત રેકોર્ડ થઈ જતા તેઓ રેકોર્ડિંગમાં અવાજ મેચ થતા પકડાઈ ગયા હતા. આ કેસમાં નડિયાદ કોર્ટે મામલતદાર તથા મળતીયા કોમ્પ્યુટર ઑપરેટરને જવાબદાર ઠેરવી ચાર વર્ષની સજા ફટકારી છે. અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા કાનન બેન ઉષાકાંત શાહ વર્ષ 2013માં ખેડા જિલ્લાના મહેદાવાદ ખાતે મામલતદાર કચેરીમાં ફરજ પર હતા. એ સમયે પોતાના તરફથી પૈસા લેવા માટે કચેરીમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ અદા કરતા સમીરખાન જફરૂલ્લાખાન પઠાણ ત્યાં કામ કરતા હતા. મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે નજીરમીયા નવાઝમીયા મલેકે તા.7મી મે 2013ના રોજ ગામ કેસરા, તાલુકો મહેમદાવાદ ખાતે આવેલી જમીન બ્લોક સર્વે નં.918ની જમીન વેચાણ દસ્તાવેજના આધાર પરથી ખરીદી કરી હતી. એ પછી એલ.આર.સી દસ્તાવેજ કર્યો હતો. જે તે સમયે વેચાણ માટેની કાચી નોંધ પણ થઈ હતી.

એક મહિના પછી એની કોઈ પાકી એન્ટ્રી થઈ કે નહીં એ જોવા માટે નજીરમિયા મલેક ગયા ત્યારે જૂની નવી શરતના હુકમની કાચી નોંધ બોલતી હતી. આ નોંધ પ્રમાણિક ન થાય તો વેચાણ નોંઘ ના મંજૂર થાય એમ હતી. જે જમીન અગાઉ નવી શરતની હતી. આ જમીન વેચનાર આ જમીન જૂની શરતમાં ફેરવી કાઢી હતી. જે હુકમ જે તે વખતના ઈન્ચાર્જ મામલતદારે મહેદાવાનાઓએ કર્યો હતો. જેની કાચી હકક પત્રક નં. 6માં નોધાઈ હતી. આથી જૂની શરતના હુકમની નોંધ પ્રમાણિત કરાવવા સારુ તેઓએ આ સમયના મહેમદાવાદના મામલતદાર કાનનબેન શાહનો સંપર્ક કર્યો હતો. પણ જયાં સુધી આની પ્રમાણીત નોંધ (પાકી નોંધ) ન થાય ત્યાં સુધી નઝીરમિયાએ પોતે ખરીદેલ જમીન બ્લોક સર્વે નં. 918ની કાચી પડેલ નોધ પ્રમાણિક થાય નહીં જેથી 7/12ની નકલમા પોતાનું નામ દાખલ થાય નહીં. જે નોંધ પ્રમાણિત કરાવાવ સારું કાનનબેન શાહે રૂપિયા 15000ની લાંચની માંગણી કરી હતી.

આ મામલે ફરિયાદી નઝીરમિયાએ નડિયાદ ACBનો સંપર્ક કરીને આ મામલતદાર સામે ફરિયાદ કરી હતી. જે ફરિયાદને આધારે બે સરકારી પંચ મેળવી વોઈસ રેકોર્ડનો ઉપયોગ કરી લાંચના છટકાની યોજના બનાવી હતી. જેમાં આરોપી કાનનબેન શાહ તથા સાથી આરોપી સમીર પઠાણે એકબીજાના મેળાપણામાં ફરિયાદી સાથે લાંચની માંગણી અંગેની હેતુલક્ષી વાતચીત કરીને આરોપી કાનનબેન શાહે તથા આરોપી સમીરે રૂ.15000ની રકમ લાંચ પેટે લીધા હોવાનું પુરવાર થયું હતું. પણ આરોપીને આશંકા જતા આ રકમ તેમણે ફરિયાદી પાસેથી સ્વીકારી ન હતી.

