મહાનગર સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસની ઘટનાએ સમગ્ર રાજ્યને ચોંકાવી દીધું છે. આવી જ બીજી ઘટના રાજ્યના પાટનગરમાંથી સામે આવી છે. પણ રાહતની વાત એ છે કે, આ કેસમાં યુવતીનો જીવ ગયો નથી. ગાંધીનગરમાં એક પ્રેમીએ સગીર પ્રેમીકા પર કટર વડે હુમલો કરીને ગળું કાપવા માટે પ્રયાસ કર્યો હતો. સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ગાંધીનગરના અમરાપુર પાસે નદીના કોતરમાં પ્રેમીએ સગીરા સાથે બળજબરી કરી હતી. એનું ગળુ કાપવા માટે કટરથી હુમલો કર્યો હતો.
કટર વડે આડેધડ સગીરાના ગળા પર ઘા મારી દીધા હતા. આ બનાવની જાણ થતા જ સગીરાના કાકાએ તાત્કાલિક 108ને ફોન કરીને સમગ્ર કેસની જાણ કરી. પછી ભત્રીજીને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર હેતું લઈ જવાઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ગાંધીનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ સગીરાની સારવાર કરવામાં આવી રહી છે. ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા 30થી વધારે સ્ટિચ લેવામાં આવ્યા હતા. ગાંધીનગરના લિંબોદરા ગામે ધો.12માં અભ્યાસ કરતી સગીરા સ્કૂલે પરીક્ષા દેવા માટે ગઈ હતી. બપોરના સમયે ગામનો શખ્સ સંજય સેધાજી ઠાકોર એને રસ્તામાં મળ્યો હતો. પછી સંજયે સગીરાને કહ્યું કે, તારા કાકા તને બોલાવે છે. પછી સગીરા એની સાથે બાઈક પર બેસીને નદીના પટમાં પહોંચી ગઈ હતી. સંજય એને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો. થોડા સમય સુધી વાતચીત કર્યા બાદ સંજયે સગીરા સાથે જબરદસ્તી કરી હતી. પછી બંને વચ્ચે માથાકુટ થયા બાદ સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો. પછી ધારદાર કટરથી સગીરાના ગળાના ભાગે ઘા મારીને ગળુ કાપવા માટે પ્રયાસ કર્યો હતો.

સગીરાએ પ્રતિકાર કરતા સંજય ત્યાંથી નાસી ગયો. પણ સગીરાના ગળામાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. તેમ છતાં સગીરાએ જેમતેમ કરીને કાકાને ફોન કરીને બોલાવ્યા. કાકા કોતરમાં સગીરાને જોતા દોડી ગયા.પોલીસ તથા 108ને કોલ કરીને બોલાવી લીધી હતી. સગીરાને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં લઈ જવાઈ હતી. સગીરાના કાકાએ કહ્યું કે, અમે બે ભાઈઓ સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. સગીરા પરીક્ષા દેવા માટે ઘરેથી નીકળી હતી. સંજય ઠાકોર ભત્રીજીને મારૂ નામ લઈ નદીના કોતરમાં લઈ ગયો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, હત્યાનો પ્રયાસ થયો હતો. ગળાના ભાગે ગંભીર ઈજા થતઈ છે. સગીરા પોતાનો જીવ બચાવવા માટે લોહી નીતરતી હાલતમાં દોડી હતી. ગામના લોકોને જોઈ જતા સગીરાએ એના કાકાનો બોલાવ્યા. હુમલો કરીનો યુવાન પોતાનું બાઈક મૂકીને ત્યાંથી નાસી ગયો. પોલીસે આ યુવાનની ધરપકડ કરી કાયદેસરના પગલાં લીધા છે. પ્રાથમિક પૂછપરછમાંથી જાણવા મળ્યું હતું કે, બંને વચ્ચે કોઈ વાતને લઈ બોલાચાલી થઈ હતી. સગીરા પણ ભાગી જવાની જીદ કરતી હતી. પછી કટરથી હુમલો કરાયો. પણ આ થિયરી પોલીસને ગળે ઊતરતી નથી. આશંકાના આધારે પોલીસે યુવાનની વધુ પૂછપરછ શરૂ કરી દીધી છે. હવે સગીરા સ્વસ્થ થયા બાદ એની પૂછપરછ શરૂ થશે.

