HomeGujaratવાંકાનેર નજીક રાતા વીરડામાં આવેલ પેપરમિલમાં ભીષણ આગ

વાંકાનેર નજીક રાતા વીરડામાં આવેલ પેપરમિલમાં ભીષણ આગ

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ પાસે આવેલી ડીયાન પેપર મિલમાં બહારના ભાગે રાખેલ વેસ્ટેજ પેપરના કાચા રો મટીરીયલમાં અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. આને ગણતરીની મીનીટમાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું.

ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગના ત્રણ બ્રાઉઝર,હળવદ તેમજ વાંકાનેર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાં પ્રયાસ હાથ ધર્યો હતો.આગમાં હજુ સુધી કોઈ જાનહાની કે ક્યાં કારણસર આગ લાગી તે અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી ફાયરની ટીમ એક કલાક કરતા પણ વધુ સમયથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે.

પેપરમિલમાં લાગેલી આગ એટલી વિકરાળ બની ગઈ હતી આસપાસ વિસ્તારમાં ધુમાડો પ્રસરી ગયો હતો અને તે ધુમાડાનું સામ્રાજ્ય દુર સુધી નજરે પડ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW