HomeGujaratમોરબીમાં પતિ સાથે ઝઘડો થતા પત્ની આપઘાત કરવા રેલવે ટ્રેક પર પહોંચી...

મોરબીમાં પતિ સાથે ઝઘડો થતા પત્ની આપઘાત કરવા રેલવે ટ્રેક પર પહોંચી પછી.


મોરબીની એક મહિલાને પતિ સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી અને આપઘાત કરવા પહોંચી હતી એટલું જ નહી આપઘાત કરવા જઈ રહી હતી. ત્યારે ૧૮૧ મોરબી ટીમને રાહદારી કોલ આવ્યો હતો કે, એક યુવતી આપઘાત પગલું ભરવા જઇ રહી છે. જેથી અભયમ મોરબી લોકેશનના કાઉન્સિલર જાગૃતિ ભુવા અને પાઈલોટ મિતેશભાઇ ઘટના સ્થળે પહોંચીને પીડિતાનુ કાઉન્સિલીગ કર્યું ત્યાર બાદ તેને તેના ઘરે લઈ જઈ પતિ તથા સાસરીપક્ષના સભ્યનુ પણ કાઉન્સીલીગ કર્યું અને કાયદાકીય માહિતી પણ આપી હતી. બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવીને અભયમની ટીમે મામલો પાર પડયો હતો.
મોરબીમા રહેતી એક મહિલાને તેના પતિ સાથે ઝઘડો થતા તે ઘરેથી નીકળી ને રેલ્વેસ્ટેશન ઉપર આપઘાત કરવા ગઈ હતી જેથી અભયમ મોરબી લોકેશન ના કાઉન્સિલર જાગૃતિ ભુવા અને પાઈલોટ મિતેશભાઇ તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને મહિલાને શાંત પાડી, આશ્વાશન આપી બાદમાં પુછપરછ કરતા જણાવ્યુ હતું કે મહિલા તેના પતિ,સસરા અને સાસુ સહિતના પરિવાર સાથે રહે છે. જેથી અભયમની ટીમે મહિલાનુ કાઉન્સિલીગ કરીને તેના ઘરે લઈ ગયાં હતાં.બાદમા પતિની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે મહિલા નાની-નાની બાબતે જીદ કરીને ઝઘડા કરતી રહે છે. પતિ તથા પીડિતાનુ કાઉન્સિલીગ કરતા જાણવા હતું કે નજીવી બાબતમાં તકરાર થતા પીડિતાને લાગી આવતા ઘર છોડી ને જતી રહેલ ત્યારબાદ મહિલાના મનમાથી કુશળ કાઉન્સિલિંગ દ્વારા આપઘાત કરવાનો વિચાર પણ કાઢ્યો હતો બાદમા પતિ અને પત્ની વચ્ચે સ્થળ પર સમાધાનકારી નિરાકરણ લાવી અભયમની ટીમે મામલો પાર પાડ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW