HomeGujaratટંકારામાં ચોરીના દાગીના વેચવા આવેલ 2 તસ્કર સહિત 4 ઝડપાયા

ટંકારામાં ચોરીના દાગીના વેચવા આવેલ 2 તસ્કર સહિત 4 ઝડપાયા

ટંકારા પોલીસ મથક વિસ્તારમાં થયેલ ઘરફોડી પ્રકરણ પોલીસ આરોપીઓ અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતી હતી તે દરમિયાન ટંકારાની લતીપર ચોકડી પાસે બે શખ્સ થેલા લઈને ઉભેલા શખ્સ ચોરીના દગીનાના વેચાણ કરવા આવ્યા હોવાની બાતમી મળી હતી જેથી બન્ને ને રોકી પુછપરછ કરી તપાસ કરતા કરતા મજકુર ઇસમો પાસેથી રૂ.1,14,000 ની કિંમતનો સોનાનો હાર જેની કિંમત 2 તથા રૂ.1400ની કિંમતના ચાંદી નો ઢાળ મળી કુલ રૂ.1,15,400નો મુદ્દામાલ મળી આવ્યો હતો આ તસોના ચાંદીના તાળના બીલ કે આધારપુરાવા માંગતા આ પુરાવા નહિ હોવાનું જણાવતા મુદામાલ ચોરીનો હોવાની શંકા જતા બન્નેની આગવી ઢબે પૂછપરછ કરતા બંને શખ્સે મુદામાલ ચોરીનો હોવાનું કબૂલ કરતા બન્નેની અટકાયત કરી હતી પૂછપરછ કરતા અન્ય બે શખ્સના પણ નામ ખુલતાં પોલીસે અજય લખમણ સાવળિયા,ધર્મેશ ઉર્ફે ધમ્મો વલ્લભભાઈ સાથલીયા,રાજુ રતું ભાઈ દેત્રોજા,રાજેશ લખમણભાઈ સાથલીયા વીરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.આરોપીઓએ 2021 તેમજ 2022માં અલગ અલગ વિસ્તારમાં આ દાગીનાની ચોરી કર્યા હતા. પોલીસે અન્ય કોઈ સ્થળે ચોરી કરી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW