માળીયા(મી.) તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં બાળ મેળો તેમજ લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકો જુદી-જુદી સ્કિલ શીખે તે માટે પ્રવુત્તિઓ શીખવાડવામાં આવી હતી. જેમાં બાળકોએ શર્ટમાં બટન ટાંકવા સિલાઈ કરવી,લાઈટના ફ્યુઝ બાંધવા તેમજ ચિત્રકામ માટી કામ સહિતની કામગીરી શીખી હતી તેમજ તેઓએ પણ પ્રયાસ કર્યો હતો

શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી આંતરિક શક્તિ ખીલે અને તેમના લાઈફ સ્કિલ આવે તેવા ઉદ્દેશથી અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી જિલ્લાના છેવાળાના વિસ્તાર એવા માળીયા(મી.) તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં બાળ મેળો તેમજ લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા ચિત્ર કામ,ચીટક કામ,છાપકામ,કાગળ કામ,કાતર કામ તેમજ માટી કામનું કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં સ્કીલ માટે પંચર કામ,લાઈટ માટેના ફ્યુઝ બાંધવા,તેમજ બટન ટાંકવા જેવી પ્રવુત્તિ બાળકો દ્વારા કરવામાં આવી હતી.સંપૂર્ણ બાળકોની ભાગીદારીથી ઉલ્લાસથી બાળમેળો પૂર્ણ કર્યો હતો. શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રાં તેમજ તમામ સ્ટાફગણ સાથે રહી કાર્યક્ર્મને સંપન્ન કર્યો હતો.

