HomeGujaratમોરબી,સુ.નગરમાંથી 8 બાઈકની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ,તમામ બાઈક જપ્ત

મોરબી,સુ.નગરમાંથી 8 બાઈકની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ,તમામ બાઈક જપ્ત

મોરબી જીલ્લામાં વધતી વાહન ચોરીની ઘટના ઉકેલવા જિલ્લા પોલીસ વડાના આદેશથી મોરબી તાલુકા પોલીસ મથકના પી આઈ વિરલ પટેલની સુચનાથી મોરબી તાલુકા પોલીસની ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી તે દરમિયાન લાલપર ગામ પાસે આવેલ સંતકૃપા અર્થ મુવર્સ પાસે એક શંકાસ્પદ બાઈકને રોકી તેની પાસે બાઈકના કાગળ માગ્યા હતા હતા જોકે તેની પાસે કાગળ ન હોય તેમજ બાઈક પણ નંબર પ્લેટ વિનાનું હોવાથી ચોરીનું બાઈક હોવાની શંકાએ પોલીસે પોકેટકોપની મદદથી પોલીસે ચેસીસ નંબર આધારે તપાસ કરતા બાઈક ચોરીનું હોવાનું સામે આવતા પોલીસે મુકેશ ઘુડા ડાભી તેમજ રમેશ મેરા પરમારને ઝડપી લીધા હતા અને તેની પાસેથી ચોરીનું બાઈક જપ્ત કરી તાલુકા પોલીસ મથક લાવી આગવી ઢબે પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ બાઈક ચોરી કરી હોવાની અને તેમની સાથે અન્ય એક શખ્સ પણ સામેલ હોવાની કબુલાત આપતા પોલીસે મુકેશ ઘુડા ડાભી તેમજ રમેશ મેરા પરમારને સેલાભાઈ રણછોડભાઈ ચાવડાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ હતી તેમની પાસેથી કુલ 8 ચોરાઉ બાઈક જપ્ત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW