HomeGujaratત્રાજપરમાં ચોથા સંતાનની ખોટી વિગત જાહેર કરવા બદલ ચૂંટાયેલ સરપંચ ગેરલાયક,ટીડીઓએ કર્યા...

ત્રાજપરમાં ચોથા સંતાનની ખોટી વિગત જાહેર કરવા બદલ ચૂંટાયેલ સરપંચ ગેરલાયક,ટીડીઓએ કર્યા સસ્પેન્ડ,

મોરબી જિલ્લાની સહીત રાજ્યભરની 10 હજાર કરતા વધુ ગ્રામ પંચાયતની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં આ ચૂંટણી દરમિયાન મોરબી તાલુકાના ત્રાજપર ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે સરપંચ પદના ઉમેદવાર જયંતીભાઈ માધુભાઈ વરાણીયાએ તેમના નાના સંતાનની જન્મતારીખ સાથે છેડછાડ કરી ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાની હરીફ ઉમેદવાર જશુબેન પરસોત્તમ સાબરિયાએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે પંચાયત અધિનિયમ 2005 અંતર્ગત 2 બાળકોથી વધુ સંતાન ધરાવતા ઉમેદવાર ગેરલાયક ઠરે છે અને આ નિયમ ભંગ થતો હોવાથી જયંતીભાઈ વરાણીયાએ ઉમેદવારી પત્રમાં ચાર સંતાનમાં ચોથા સંતાનની જન્મ તારીખમાં છેડછાડ કરી છે. જેથી તેમની ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે આ ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં તલાટી મંત્રીમે રૂબરૂ બોલાવી તપાસ કરતા સરપંચના ચોથા પુત્રનો જન્મ 2005માં થયો હોવાનું અને ઉમેદવાર દ્વારા ઉમેદવારી ફોર્મમાં ખોટી વિગત રજુ કરી હોવાનું સામે આવતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ડી એચ કોટકે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 30/1 મુજબ ગેરલાયક ઠેરવી હોદા પરથી દુર કરવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW