નગર પાલિકા અને ગ્રામ પંચાયતની હદ વિવાદના કારણે લાંબા સમયથી રણછોડનગર વિસ્તારમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટર સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. આ બાબતે અલગ અલગ કચેરીમાં અનેક રજુઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ બાબતે આજે આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ ભવદીપસિંહ ઝાલા મોરબી શહેર ‘આપ’ના મહિલા મોરચાના પ્રમુખ શિલ્પાબેન કક્કડે તાલુકા પંચાયતમાં તેમજ નગરપાલિકા કચેરીમાં રજુઆત કરી હતી.તેમજ જો વહેલી તકે જો આ વિસ્તારમાં કામગીરી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

