માળિયા શહેરના વાગડિયા ઝાપા પાસે બે પરિવાર વચ્ચે અગાઉની માથાકૂટના મનદુઃખમાં શુક્રવારે ઝઘડો થઈ ગયો હતો.જે બાદ બન્ને પરીવાર વચ્ચે ધોકા અને પાઈપ વડે એકબીજા પર હુમલો કરતા બન્ને પક્ષે ઈજા પહોચી હતી બનાવ અંગે માળિયા પોલીસ મથકમાં સામસામી પોલીસ ફરિયાદ નોધાઇ હતી.
બનાવ અંગે મળતી માહિતી મુજબ માળિયા શહેરના રેલ્વે સ્ટેશન નજીક વાડા વિસ્તારમાં રહેતા કાસમ હુસેન સાઘવાણીએ ઇકબાલ અલ્યાસ ભટ્ટી સાથે એક મહિના પહેલા ઝઘડો થયો હતો જેનું મનદુઃખ રાખી આરોપીઓ ઇકબાલ અલ્હેયાસ ભટ્ટી,હેદર કાદર ભટ્ટી,સિકંદર કાસમ ભટ્ટીએ ઝઘડો કરી ગાળો આપી માથાકૂટ કરી એક ધોકા વડે હુમલો કર્યો હતો આ બનાવમાં કાસમભાઈ તેમજ સલમાનને જમણા હાથમા તેમજ ડાબા પગમા તાજમંહંમદને પણ નાકના ભાગે ઇજા પહોચી હતી બનાવ અંગે કાસમભાઈએ ઇકબાલ અલ્હેયાસ ભટ્ટી,હેદર કાદર ભટ્ટી,સિકંદર કાસમ ભટ્ટી વિરૃધ્ધ ફરિયાદ નોધાવી હતી સામે પક્ષે સિકંદર કાસમ ભટ્ટીએ સલમાન હુસેન સધવાણી,કાસમ હુસેન સધવાણી,તાજમહમદ કરીમ સધવાણી,સિરાજ કરીમભાઈ સધવાણી વિરુદ્ધ એક માસ પહેલા સામાન્ય બોલાચાલી થયેલ જે બાબતેનો ખાર રાખી આ કામના આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ભુડાબોલી ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદી તેમજ અન્ય લોકોને માથાના ભાગે ધોકો મારી તેમજ ઇકબાલને ઇટ વડે વાસાના ભાગે તેમજ હૈદરભાઇને ૩ ઇટ વડે ડાબા પગમા તેમજ વાસાના ભાગે ઘા મારી ઇજા પહોચાડી હતી. તમામ આરોપી ઓએ ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુનો મુઢ માર મારી ઈજા પહોચાડવાની ફરિયાદ નોધાવી છે. બનાવ અંગે માળિયા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ આધારે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

