HomeGujaratરીક્ષામાં બેસીને આ મંત્રી પહોંચ્યા રજીસ્ટાર ઓફિસ, અધિકારીઓનું ધ્યાન જતા દોડતા થઈ...

રીક્ષામાં બેસીને આ મંત્રી પહોંચ્યા રજીસ્ટાર ઓફિસ, અધિકારીઓનું ધ્યાન જતા દોડતા થઈ ગયા

ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને રજીસ્ટાર ઓફિસ સુધી પહોંચ્યા હતા. જોકે, તંત્રના અધિકારીઓને આ અંગે જાણ થતા થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. મહેસુલ મંત્રીનો આવો અંદાજ પહેલી વખત જોવા મળ્યો હતો. ફિલ્મ નાયકમાં પણ એક દિવસ માટે મુખ્યમંત્રી બનેલો હીરો રિક્ષામાં બેસીને ઓફિસ જતો જોવા મળ્યો હતો.જોકે, મંત્રીને રિક્ષામાં બેઠેલા જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રિક્ષામાં બેસીને સામાન્ય વ્યક્તિની જેમ સફર કરી હતી. તેઓ વલસાડની મામલતદાર કચેરી સુધી પહોંચ્યા હતા. આ વાત જિલ્લા ક્લેકટરને ખબર પડી ત્યારે અધિકારીઓની ટીમ દોડતી થઈ ગઈ હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ રિક્ષામાંથી નીચે ઊતરી જાતે રિક્ષા ભાડું પણ ચૂકવ્યું અને અચાનક આવી મુલાકાતને પગલે સરકારી લોબીમાં હડકંપ મચી ગયો હતો. રજીસ્ટાર ઓફિસ સુધી પહોંચ્યા બાદ તેમણે જુદા જુદા વિભાગની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ઓફિસમાં કેવી રીતે કામ ચાલી રહ્યું છે અને કયા વિભાગમાં શું કામગીરી થઈ રહી છે એ અંગે જાતે જઈને તપાસ કરી હતી. આ ઉપરાંત કેટલાક કર્મચારીઓને પણ સૂચના આપી હતી. જોકે, મંત્રીની આવી સરપ્રાઈઝ વિઝિટથી સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું. રજીસ્ટાર ઓફિસે પહોંચીને મંત્રીએ ત્યા આવેલા અરજદારોને પૂછ્યું કે, ઓફિસમાં કોઈ પૈસા માંગે છે ખરા, તો મને જણાવો. પણ એવી કોઈ વાત સામે આવી ન હતી. વલસાડ જિલ્લા કચેરીમાં મંત્રીની આવી સરપ્રાઈઝ વિઝિટથી અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

ક્લેક્ટર ખુદ દોડતા થઈ ગયા હતા. જોકે, રિક્ષામાં બેઠેલા મંત્રીએ માસ્ક પહેર્યું હતું એટલે ખાસ કોઈ ઝડપથી ઓળખ થઈ ન હતી. જોકે, એમની આવી સરપ્રાઈઝ વિઝિટથી રજીસ્ટાર ઓફિસમાં હડકંપ મચી ગયો હતો. દસ્તાવેજ કરાવવા માટે આવેલા લોકોને સામાન્ય નાગરિકની જેમ પૂછપરછ કરી હતી. રાજેન્દ્ર ત્રિવેદી મહેસુલ મેળા હેતું વલસાડ આવ્યા હતા. જેઓ રિક્ષામાં બેસીને રજીસ્ટાર ઓફિસ પહોંચ્યા હતા. અચાનક મંત્રીને રિક્ષામાંથી ઉતરતા જોઈને અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. મહેસુલ વિભાગના પડતર પ્રશ્નો માટે મહેસુલ મેળાનું આયોજન કરાયું છે. આ મેળામાં આવતા પહેલા તેઓ કારના બદલે રિક્ષામાં બેસીને રજીસ્ટાર ઓફિસ પહોંચ્યા હતા. આ સિવાય લોકોને પડતી મુશ્કેલીઓ અંગે વિગત મેળવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW