HomeGujaratહળવદના મયુરનગરમાં પરણીતાએ ફાંસો લગાવી કર્યો આપઘાત

હળવદના મયુરનગરમાં પરણીતાએ ફાંસો લગાવી કર્યો આપઘાત

હળવદ તાલુકાના મયુરનગર ગામમાં રહેતી સરોજબેન નિકુલભાઇ દલવાડી નામની પરણીતાએ બપોરના સમયે અગમ્ય કારણસર તેમના જ ઘરમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતા પરિવારજનો સરોજબેનને પીએમ અર્થે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.આ અંગેની દલવાડી સમાજના આગેવાનોને જાણ થતા મોટી સંખ્બયામાં આગેવાનો દોડી ગયા હતા.

બીજી તરફ તા હળવદ પોલીસની ટીમ હોસ્પિટલ પહોચી હતી અને મૃતકના પરિવારજનોના નિવેદન નોધી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. પરણીતાના આપઘાતનું કારણ સામે આવ્યું ન હતું લગ્નને હજુ બે વર્ષનો સમય થયો હતો અને એક વર્ષનું સંતાન હોવાનું પણ સામે આવ્યું છે.પરણીતાના આપઘાતને પગલે પરિવારજનોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW