મહાનગર સુરતમાં ક્રાઈમ કેસ દિવસે દિવસે રોકેટ ગતિએ વધી રહ્યા છે. સુરતના પુણાગામે શિવાજીનગરમાં આવેલી શિતલ નામની મોબાઈલની દુકાનમાં દેશી તમંચો દેખાડીને રૂ.30 હજારની લૂટ કરવામાં આવી છે. શિવાજીનગરમાં શિતલા નામની એક મોબાઈલની દુકાનમાં દેશી તંમચો દેખાડીને રૂ.30 હજારની લૂંટ કરાઈ હતી. મહારાષ્ટ્ર પાસિંગની બાઈક પર ત્રણ લૂંટેરા આવ્યા અને લૂંટ કરીને નાસી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ છે.

પોલીસે સમગ્ર કેસની જોરશોરથી તપાસ શરૂ કરી દીધી છે. રાહુલ બધેલ નામના વ્યક્તિ પુણાગામ શિવાજીનગર સોસાયટી પાસે મોબાઈલની દુકાન ધરાવે છે. શનિવારે રાત્રીના સમયે લૂંટની ઘટના બની હતી. ત્રણ અજાણી વ્યક્તિએ દેશી તમંચા દેખાડીને લૂંટ કરી હતી. દુકાનનું શટર બંધ કરી માલિકને ધમકી આપી હતી. બે શખ્સો પાસે દેશી તમંચા હતા. જ્યારે એકના હાથમાં ભારે પાઈપ હતો. આ શખ્સોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પોલીસે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધાર પર તપાસ શરૂ કરી દીધી છે. જોકે, હજુ આરોપીઓની ચોક્કસ ભાળ મળી નથી. પોલીસે લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

