HomeGujaratમોરબીમાં શનિવારે વધુ 53 કોરોનાના કેસ, ત્રીજા દિવસે પણ દર્દીનું મોત

મોરબીમાં શનિવારે વધુ 53 કોરોનાના કેસ, ત્રીજા દિવસે પણ દર્દીનું મોત

મોરબી જીલ્લામાં નવા કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ કોરોના પોઝીટીવ મોતની સંખ્યાના ચિંતા જનક વધારો થઈ રહ્યો છે. જીલ્લામાં શનિવારે 53 નવા કેસ નોધાયા હતા જોકે સતત ત્રીજા દિવસે એક કોરોના દર્દીના મોતના સામાચાર સામે આવ્યા હતા શનિવારે 63 વર્ષના વૃધ્ધાનું મોત નીપજ્યું હતું વૃદ્ધાને કેન્સરની પણ બીમારી હતી અને કિમોથેરાપી પણ કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ત્રીજી લ્હેર દરમિયાન 4 દર્દીના મોત થતા સતાવાર મોતનો આંકડો 91 પર પહોચ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ માહિતી મુજબ શનિવારે 1170 દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 53 દર્દી પોઝીટીવ આવ્યા હતા તાલુકા મુજબ જોઈએ તો દર્દી મોરબી શહેરના 21 ગ્રામ્ય વિસ્તાર 17 માં નોધાઇ હતી વાંકાનેર શહેરમાં 1 અને ગ્રામ્યમાં 6 કેસ આવ્યો હતો હળવદ શહેર-ગ્રામ્યમાં 1-1 કેસ ટંકારામાં 6 નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ 119 દર્દી સ્વસ્થ થયા હતા જેમાં મોરબીના 87દર્દી, વાંકાનેરમાં 15 ટંકારા 12 અને હળવદમાં 2 દર્દી તેમજ માળીયામાં 03 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા હતા. મોરબી જીલ્લામાં આજ દિન સુધીમાં 486614 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 10525 પોઝીટીવ આવ્યા છે જેમાંથી હાલ 564 એક્ટીવ કેસ છે. તો 9616 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે જયારે મોતનો આંક 91 મોત થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW