મોરબી શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં થયેલ બાઈક ચોરીના ગુનામાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે એક બાઈક ચોરને દબોચી લીધો હતો.આરોપીએ મોરબીના મહેન્દ્રનગર નજીકના વિસ્તારમાં તેમજ આંદરણા,જાંબુડિયા સહિતના અલગ-અલગ સ્થળેથી બાઈક ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે તમામ બાઈક જપ્ત કર્યા હતા.અને આરોપી વિરુધ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી એલસીબીની ટીમ મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ નંબર પ્લેટ વિનાની બાઈક લઇ મોરબી તરફ આવી રહ્યો છે અને તે બાઈક ચોરીનું હોવાની શંકા છે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી નંબર પ્લેટ વિનાના બાઈક લઈને મોરબી તરફ આવી રહેલા મુ ધ્રાંગધ્રાના વતની અને હળવદના અક્ષય રાજેશાભાઇ મેરૂસાઇ કોપરણીયા ઝડપી લીધો હતો બાઈકની આરસી બુક તેની પાસે ન હોવાનું અને જણાવતા પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા શખ્સે મોરબી શહેરમાં તેમજ આંદરણા,જાંબુડિયા સહીત અલગ અલગ સ્થળેથી 5 બાઈકની ચોરી હોવાની કબુલ કર્યું હતું જેના આધારે પોલીસે તમામ ચોરાઉ બાઈક જપ્ત કરી હતી.

આ ઉપરાંત મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ મથક તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા વિષ્ણુ ભરત કુકાવાવા નામના શખ્સને સાયલા બાયપાસ પાસેથી ઝડપી લીધો હતો આરોપી વાહન ચોરીના ગુનામાં બે મહિનાથી નાસતો ફરતો હતો

