HomeGujaratફિલ્મ 'પુષ્પા'ની લેડી વિલન રીયલમાં લાગે છે આવી મસ્ત, તસવીર જોઈ ચોંકી...

ફિલ્મ ‘પુષ્પા’ની લેડી વિલન રીયલમાં લાગે છે આવી મસ્ત, તસવીર જોઈ ચોંકી જશો

સાઉથની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’ની ચારેય બાજુ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. એના ગીત પર હજારો-લાખોની સંખ્યામાં રીલ્સ બની રહી છે. માત્ર કમાણીના મામલે જ ફિલ્મે રેકોર્ડ નથી બનાવ્યો. પણ એના દરેક ડાયલોગ્સ અને પાત્રની પણ જનમાનસ પર ઊંડી અસર થઈ છે. કૉલેજ વર્તુળમાં કે ફેમિલીમાં લોકો એના ડાયલોગ્સ બોલીને મજાક મસ્તી કરી રહ્યા છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પણ સેલેબ્સ પણ ‘પુષ્પા’થી પ્રભાવિત છે.

ક્રિકેટર પણ એના હુક સ્ટેપને ફોલો કરી રહયા છે. સુરેશ રૈના, બ્રાવો, વોર્નર જેવા ખેલાડીઓ પણ એના ગીત પર વીડિયો પોસ્ટ કરી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર કોઈ પણ રીલ્સની શરૂઆત અત્યારે પુષ્પા ફિલ્મથી થઈ રહી છે. ‘પુષ્પા, ફ્લાવર સમજા હૈ ક્યા ફાયર હૈ મે’ પણ હકીકતમાં ફ્લાવર કોણ અને ફાયર કોણ એ ફિલ્મના બીજા ભાગમાં જોવા મળશે. માત્ર અલ્લુ અર્જુન જ નહીં પણ ફિલ્મમાં વિલનની એક્ટિંગ પણ જોરદાર છે. કોંડા રેડ્ડી હોય એની પત્ની. એક્ટિંગમાં તે બીજા અનેક પાત્રને ટક્કર મારે છે. વિલનને પણ દમદાર એક્ટિંગથી પ્રશંસા મળી રહી છે. વિલનની પણ છાપ દર્શકોના દિલ પર છપાઈ ચૂકી છે. આ ફિલ્મમાં લેડી વિલનનો રોલ કરનાર યુવતીનું નામ અનસુયા ભારદ્વાજ છે. જે રીલ લાઈફ કરતા રીયલ લાઈફમાં એકદમ મસ્ત છે. ખુંખાર વિલનની પત્નીનો રોલ કરનાર અનસુયાનું નામ સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું મોટું છે. રીયલ લાઈફમાં તે ખૂબ જ બોલ્ડ અને બ્યુટીફૂલ છે. તે બે બાળકોની માતા છે. પોતાના પતિ સાથે ખૂબ જ હાઈફાઈ લાઈફ જીવે છે.

અનસુયાએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં 19 વર્ષ સુધી કામ કર્યું છે. તેણે ફક્ત એક્ટિંગ જ નહીં પણ હોસ્ટ તરીકે પણ કામ કર્યું છે. એના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સમજી શકાય કે એની રીયલ લાઈફ રીલ લાઈફ કરતા ઘણી અલગ છે. અનસુયા મૂળ આંધ્રપ્રદેશની છે. વિશાખાપટ્ટનમમાં એમનો જન્મ થયો હતો. વર્ષ 2003માં નાગા ફિલ્મના એક મ્યુઝિક વીડિયોમાં તે જોવા મળી હતી. વર્ષ 2006થી તેણે એક્ટિંગ ક્ષેત્રે એન્ટ્રી કરી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. મોટાપાયે દાન અને સમાજસેવાનું કામ પણ કરે છે. ફિલ્મના પહેલા ભાગમાં ક્રુર અને ઘાતકી ચહેરાની ઝલક સૌ કોઈએ જોઈ છે. બીજા ભાગમાં જોવાનું એ રહે છે કે, તે પુષ્ષા પાસેથી પોતાના ભાઈની મોતનો બદલો કેવી રીતે લે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW