હળવદ શહેરના હરી નગર ગોલ્ડ સોસાયટી તેમજ આલાપ સોસાયતી વિસ્તારમાં એક સપ્તાહ પહેલા તસ્કરો ત્રાટક્યા હતા અને કિરણગીરી કૈલાશગીરી ગોસ્વામીના મકાનમાં તાળા તોડી તિજોરી માંથી રોકડ રૂ 70,000 /- તથા સોના ચાંદીના દાગીના કિમત રૂપીયા 1,03,000ના મુદામાલ ની ચોરી કરી હતી આ સિવાય જનકભાઇ લાભુભાઇ સોંલકી ના મકાનના તાળા તોડી તેમના મકાનમાં પણ પ્રવેશ કરી તસ્કરો રૂ. 5000 ,હરેશ ભાઈ સામજીભાઇ કલારીયા પટેલ ના મકાનમાં પ્રવેશ કરી રોકડ રૂપીયા રૂ 15000 તથા સોના ચાંદીના દાગીના કિમત રૂ. 1500 એમ કુલ ત્રણ મકાનમાંથી રોકડ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપીયા 1,94,500 ની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જોકે ચોરી કરવા આવેલ ત્જેરણ તસ્કરો જે તે વખતે સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે

