HomeGujaratતબીબો ઉપર રોફ જમાવવા શખસે હોસ્પિટલની ચેમ્બરનો કાચ પાટુ મારી તોડી નાંખ્યો

તબીબો ઉપર રોફ જમાવવા શખસે હોસ્પિટલની ચેમ્બરનો કાચ પાટુ મારી તોડી નાંખ્યો

ચોટીલામાં આવેલી સરકારી રેફરલ હોસ્પિટલમાં ભાઈને લઈને સારવાર કરાવવા માટે આવેલા શખસે હોસ્પિટલમાં તોડફોડ કરીને નુકશાન કર્યાનો વીડિયો વાઈરલ થયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલી રેફરલ હોસ્પિટલમાં એક શખસ તેના ભાઈની સારવાર કરાવવા માટે આવ્યો હતો. આ શખસે રેફરલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તણુંક કરીને પોતાનો રોફ જમાવવા માટે હોસ્પિટલમાં આવેલી ચેમ્બરમાં પાટુ પારીને કાચ તોડી નાંખ્યો હતો.

મોડી રાત્રે બનેલી આ ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરેમાં કેદ થઈ છે. આ અંગે ચોટીલાના આરોગ્ય અધિક્ષક ડો. રવિ ઝાપડીયાએ જણાવ્યું છે કે, અહીંયા અવાર નવાર આવારા તત્વો આવતા હોય છે. આ શખસ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં સરકારી મિલકતોને નુકશાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW