24 જાન્યુઆરી,હળવદના ચરાડવામા ચણાના પાકમાં ફાલ લેવડાવવા માટે બજરંગ એગ્રોમાથી દવાની ખરીદી કર્યા બાદ દવાઓનો જથ્થો ઓછો નિકળતા ખેડુત સાથે છેતરપીંડી થયા અંગેની રજૂઆત મોરબી નાયબ ખેતી નિયામક અને ગ્રાહક સુરક્ષામા રજુઆત કરવામાં આવી હતી અને જે રજુઆતના આધારે આજે ચરાડવા બજરંગ એગ્રોમા ખેતીવાડી અધિકારીએ ધામા નાખ્યા હતા અને જ્યાં તપાસમાં શહેરની ગાંધી એગ્રોમાથી દવાઓનો જથ્થો ખરીદી કરીને વેચાણ કર્યુ હોવાનું સામે આવ્યું હતું જેમાં બજરંગ એગ્રોમાથી ઓછો જથ્થો આવેલી જાતની દવાઓ મળી નહીં આવતા ફકત નિવેદન લેવામાં આવ્યું હતું પરંતુ રજુઆતો થાય ત્યારે જ હરકતમાં આવતું ખેતીવાડી વિભાગને પ્રતિબંધિત દવાઓનો વેપલો કે અન અધિકૃત રીતે વેચાણ કરતાં બાયો પ્રોડક્ટ્સ ઉપર તવાઈ હાથ ધરવામાં કોની લાજ કાઢવી પડે છે અને ક્યારે કરશે તેવાં વેધક સવાલ ઉઠી રહ્યાં છે.

ચરાડવાના ખેડુત હસમુખભાઈ ગોરધનભાઈએ 6 વીઘામા ચણાનો પાક વાવેતર કર્યો છે અને જેમાં ફાલ લેવડાવવા માટે ચરાડવાના બજરંગ એગ્રોમાથી 500mlની બોટલ ખરીદી કરી હતી પરંતુ બોટલમાંથી 50ml ઓછી નિકળતા મોરબી નાયબ ખેતી નિયામક અને ગ્રાહક સુરક્ષામા છેતરપીંડી અંગે રજૂઆત કરી હતી જે અનુસંધાન આજે ચરાડવાના બજરંગ એગ્રોમા હળવદ ઈન્ચાર્જ ખેતી અધિકારી સી.એ લુહાર અને મોરબી ખેતી અધિકારી ટી.એ ફળદુએ ધામા નાખ્યાં હતા જેમાં ચકાસણી દરમિયાન શહેરની ગાંધી એગ્રોમાથી વેચાણ કરવા લાવેલો જથ્થો ખલાસ થઈ જતાં ખાલી પંચનામું કરીને ખેડુતને સંતોષ કરાવ્યો હતો અને દવાઓના સેમ્પલ અને વધુ કાર્યવાહી માટે શહેરની ગાંધી એગ્રોમા તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ શંકાસ્પદ જથ્થો મળી આવ્યો નહોતો જોકે તપાસ દરમિયાન ખેતીવાડી અધિકારી દ્વારા જણાવ્યું હતું કે દવાઓનો જથ્થો ઓછો નિકળવો અને છેતરપીંડી અંગે ગ્રાહક સુરક્ષા કે ફોજદારી ગુનો છે આમાં ખેતીવાડી વિભાગને કશું લેવા દેવા નથી પરંતુ જો લાયસન્સ ધારક ના હોય અથવા પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આખા હળવદમા બેફામ બાયો પ્રોડક્ટ્સના વેપલા ચાલે છે ચાઈનીઝ દવાઓ દુધ કરતાં વધુ વેચાણ થાય છે અને તમને આખા તાલુકામાં ક્યાય વાંધાજનક દવાઓનો જથ્થો ના મળે અને એય પાછી રજુઆત પછી ઓફિસમાંથી તપાસ કરો છો ત્યારે હવે ચરાડવા ખેડુત સાથે છેતરપીંડી મામલે ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ઉંચા કરી દેવામાં આવ્યા છે અને હવે ગ્રાહક સુરક્ષા શું કરે છે તે જોવું રહ્યું પરંતુ ચરાડવાના ખેડુતો ગાંધીનગર સુધી લડી લેવાનાં મુડમાં છે.

