HomeGujaratમોરબીના ઘૂંટુમાં અજાણ્યા શખ્સે વૃદ્ધની ટુંપો દઈ કરાઈ હત્યા,શંકાસ્પદ શખ્સ હાથવેતમાં

મોરબીના ઘૂંટુમાં અજાણ્યા શખ્સે વૃદ્ધની ટુંપો દઈ કરાઈ હત્યા,શંકાસ્પદ શખ્સ હાથવેતમાં

મોરબીના ઘૂટું ગામમાં આવેલ ધર્મ ગોલ્ડ એસ્ટેટના પ્લોટ પાછળના ભાગે વાડીમાંથી શંકાસ્પદ હાલતમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની મૃતકના પુત્રે પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધને ગળાના ભાગે ટુંપો દઈ હત્યા કરાઈ હોવાનું સામે આવતા આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં શંકાસ્પદ શખ્સ પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટુ ગામમાં રહેતા ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા નામના વૃદ્ધ રવિવારે સાંજે વાડીએ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા જોકે બપોર સુધી પરત ન ફરતા પરિવારજનો તેમને શોધવા નીકળ્યા હતા બાદમાં ગામ નજીક આવેલ ધર્મ ગોલ્ડ એસ્ટેટના પાછળના ભાગે આવેલ વાડી વિસ્તારમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો ગળાના ભાગે ઈજાના નિશાન હોવાથી પુત્રએ પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા ગળામાં ટુપો દઈ હત્યા કરી દેવાઈ હોવાનું સામે આવ્યું હતું.જોકે આ ઘટનાની મોડી સાંજ સુધી સતાવાર નોધ થઇ ન હતી બીજી તરફ આ ઘટનામાં શંકાસ્પદ શખ્સ પણ પોલીસના હાથ વેતમાં હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW