HomeGujaratચરાડવામાં જંતુનાશક દવાઓમા જથ્થો ઓછો નિકળતો હોવાની નાયબ ખેતી નિયામકને રજૂઆત

ચરાડવામાં જંતુનાશક દવાઓમા જથ્થો ઓછો નિકળતો હોવાની નાયબ ખેતી નિયામકને રજૂઆત

હળવદ તાલુકાના વિવિધ ગામોમાં પરમિટ વગર એગ્રો ધારકો બેફામ જંતુનાશક દવાઓનો વેફલો કરે છે અને પ્રતિબંધિત દવાઓના કારણે ખેતી ઝેર યુક્ત બની રહી છે ત્યારે તાલુકાના ચરાડવાના ખેડુતે 6 વીઘાના ચણાના પાકમાં ફાલ લેવાડાવવા માટે જંતુનાશક દવાની બોટલ ગામનાં જ બજરંગ એગ્રોમાથી ખરીદી કરી હતી જેમાં બોટલ શંકાસ્પદ જણાતા ખેડુતે દવાની ચકાસણી કરતાં 500 mlના પેકિંગમા 50 ml ઓછી નિકળી હતી જેથી કરીને જંતુનાશક દવામાં છેતરપીંડી આચરી હોવાની મોરબી ખેતી નિયામકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
હળવદના ચરાડવાના ખેડુત હસમુખભાઈ ગોરધનભાઈએ હાલમાં વાડીમાં ચણાના પાકમાં 6 વીઘામા ફાલ લેવા માટે બજરંગ એગ્રોમાથી જંતુનાશક દવા છંટકાવ માટે ખરીદી કરી હતી જેમાં દવાની બોટલ શંકાસ્પદ જણાતા હસમુખભાઈએ ખાત્રી માટે તેની ચકાસણી કરી હતી જેમાં 500ml બોટલમાં 50ml ઓછી નિકળી હતી પરંતુ હજુ પણ સંતોષ નહીં થતાં વધુ ચારેક બોટલો ખરીદી કરી જેમાં પણ જંતુનાશક દવાઓનું પ્રમાણ ઓછું નિકળતા હસમુખભાઈએ ગામના બજરંગ એગ્રો ધારકને જાણ કરતાં તેઓએ હળવદની ગાંધી એગ્રોમાથી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું જોકે દવાઓનો જથ્થો ઓછો નિકળતા એગ્રો ધારકોએ થાય તે કરી લેવાની છુટ આપી હતી અને ધમકી બાબતે મોરબી નાયબ ખેતી નિયામક અને ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ હળવદ પંથકમાં વધી રહેલા પ્રતિબંધિત દવાઓના વેપલા સામે ખેતીવાડી વિભાગ શા માટે આંખ આડા કાન કરી રહ્યું છે અને હજુ તો જંતુનાશક દવાઓના વેપલા કરતાં દુકાન ધારકો પાસે લાયસન્સની તપાસ ક્યારે કરશે અને ચરાડવાના ખેડુતને ન્યાય મળશે કે નહી તે જોવાનું રહ્યું હાલતો ચરાડવાના ખેડુતે ગામની જ બજરંગ એગ્રો અને શહેરની ગાંધી એગ્રો સામે છેતરપીંડી થયાની મોરબી નાયબ ખેતી નિયામક અને ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં રજૂઆત કરી છે અને હજુ ન્યાય માટે ગાંધીનગર સુધી લડી લેવાની ખેડુતે તૈયારીઓ દર્શાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW