માળીયા મિયાણાના વીર વિદરકા ગામના રોહિત જીવાભાઇ સુરેલા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી દેવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આ બનાવમાં જે આરોપી પર શંકા હતી તેનું માત્ર દિનેશ નામ હોવાનું જ જાણવા મળ્યું હતું તે ક્યાંનો વતની છે કોના સંપર્કમાં હતો તેનો ફોન નમ્બર કે કોઈ પણ પ્રકારની વિગત સામે આવી ન હતી.જેથી પોલીસે અલગ અલગ દીશામાં તપાસ ચલાવી કડીઓ મેળવવા કોશિશ કરી હતી.જોકે ફોન નમ્બર પણ ન હોવાથી તેને શોધવા પ્રયાસ કરી હતી દરમિયાન અલગ અલગ દિશામાં તપાસ દરમિયાન આરોપીનો પત્તો મળ્યો હતો અને આ આરોપી.મૂળ એમપીના અલીરાજપુરનો હોવાનું અને તેનું નામ દિનેશ ગોવિંદ નાયક હોવાનું સામે આવ્યું હતું.
પોલીસને આરોપીનો પત્તો લાગતા એમપીથી ઝડપી લીધો હતો.અને તેને મોરબી લાવી પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન આરોપી દિનેશે કબૂલાત આપતા જણાવ્યું હતું કે મૃતક રોહિત દીનેશની પત્ની પાસે અવાર નવાર બીભત્સ માગણી કરતો હતો. આ બાબતે મહિલાએ તેના પતિ દીનેશની જણાવતા તેને સમજાવવા ગયો હતો જોકે ઝઘડો વધી ગયો હતો અને એક બીજા સાથે મારમારી થતા આવેશમાં આવી માથાં પથ્થરના ઘા ઝીકી તેમજ ગળામાં છરીના ઘા ઝીકી પતાવી દીધો હતો.અને પરિવારને લઈ તેના વતન પરત જતો રહ્યો હતો.

