મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં લાંબા સમયથી અનેક અસુવિધાઓનો સામનો કરી રહ્યું છે ખાસ કરીને આરોગ્ય બાબતમાં વર્ષોથી સરકાર અને સ્થાનિક તંત્રની ઉપેક્ષાનો ભોગ બની રહ્યું છે.ટંકારા પીએચસી સેન્ટરમાં લાંબા સમયથી એમડી ડોક્ટરની ભરતી કરવામાં આવી નથી આ બાબતે અગાઉ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે જેમાં ટંકારા તાલુકા મથક મુકામે આવેલ સિવિલ હોસ્પિટલ માં કાયમી. M.D.ડોકટર ની નિયુકતી કરવા માંગણી કરેલ હતી.પરંતુ આજ દિવસ સુધી આ બાબતે કોઈજ પ્રકાર ની કામગીરી કરવામાં આવેલ નથી. જેથી મોરબીના સામાજીક અને રાજકીય અગ્રણી તેમજ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ ફરીવાર સીએમને લેખિત રજૂઆત કરી હતી અને તાત્કાલિક અસરથી M.D. ડોકટર મુકવામાં આવે જો આવું કરવામાં નહિ આવે તો અમારેના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને જલદ આંદોલનાત્મક કાર્યકમો આપવાની ફરજ પડશે.
આ ઉપરાંત અમારી એક ખુબજ જૂની માગણી છે કે ટંકારા માં ફાયર સ્ટેશન બનાવવા માં આવે ટંકારા વિસ્તાર માં ઘણા બધા કપાસ ના જીનીગ મિલ તેમજ પ્રેસ અને ઓઈલ મિલ આવેલ છે. જેમાં આગ લાગવાના બનાવો વારંવાર બનતા હોય છે. અને ફાયર ફાઈટરો અન્ય સ્થળે થી મંગાવવા પડે છે. અને તે પહોચે ત્યાં સુધી માં આગથી મોટું નુકશાન થઇ જાય છે. તો અમારી વિનતી છે કે ટંકારા માં ફાયર સ્ટેશન ઉભું કરવા યોગ્ય આદેશો કરશો.
ઉપરોક્ત બંને માગણી બાબતે જો જલ્દી યોગ્ય કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે સ્થાનિક લોકો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની અને પ્રદર્શન કરવાની ફરજ પડશે.તેવી

