દૂનિયાના નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને મોટો ઝટકો લાગ્યો હતો. તે હવે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાની ટ્રોફી બચાવવા માટે નહીં ઉતરી શકે. ઓસ્ટ્રેલિયાની એક કોર્ટે સરકારે તેને દેશથી નિર્વાસિત કરવાનો આદેશ યથાવત્ત રાખ્યો છે. આ નિર્ણયનો અર્થ સ્પષ્ટ છે કે જોકોવિચ જેણે કોરોનાની વેક્સિન લગાવવાની જાણકારી સાર્વજનિક કરવા માટે ના પાડી હતી. તે ત્યાં સુધી મેલબર્નમાં ડિટેંશનમાં રહેશે જ્યાં સુધી તેને દેશથી પરત નથી મોકલી દેવામાં આવતો. તેના ઉપર ત્રણ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયમાં પ્રવેશ ઉપર બેન લગાવી દેવામાં આવ્યો છે.

આ પહેલા સોમવારે ઓસ્ટ્રેલિયા ઓપનના આયોજકોને કહ્યું હતું કે જોકોવિચ રોડ લેવર એરિનામાં પહેલા પ્રવાસનો મેચ રમશે. ફેડરલ કોર્ટના ત્રણ જજોએ જનહિતના આધારે સર્બિયાના ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને ગત શુક્રવારે બીજી વખત વીઝા રદ્દ કરવા માટેનો નિર્ણય લીધો હતો. મંત્રીએ એ આધાર ઉપર તેના વીઝા રદ્દ કર્યા છે કે, ઓસ્ટ્રેલિયમાં જોકોવિચનીહાજરીમાં દેશની જનતાના સ્વાસ્થ્ય અને સારા આદેશ માટે જોખમ બની શકે છે અને ઓસ્ટ્રેલિયામાં કોરોના રસીકરણ માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનને તેનાથી ઝટકો લાગી શકે છે.

જોકોવિચને ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાના પહેલા રાઉન્ડનો મેચ સોમવારે રાત્રે રમાવાનો હતો પરંતુ આ પહેલા જ આ નિર્ણય આવ્યો છે. આ પહેલા જોકોવિચને પહેલી વખત વીઝા રદ્દ કરવાના કેસમાં ઓસ્ટ્રેલિયા સરકારને કેસ જીતી લીધો હતો. ત્યારે મેલબોર્નની એક કોર્ટે ઓસ્ટ્રેલિયાની સરકારે ટેનિસ સ્ટારના વીઝા રદ્દ કરવાના નિર્ણયને ખોટો ઠેરવ્યો હતો અને સરકારે જોકોવિચનો પાસપોર્ટ અને તમામ દસ્તાવેજો અઅને સામાન તુરંત પરત આપવા માટે કહ્યું હતું. તે બાદ તેણે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી.

