HomeGujaratહજુ બે દિવસ રહેશે ઠંડીનું જોર, પછી પવન ઘટતા તાપમાન વધશે

હજુ બે દિવસ રહેશે ઠંડીનું જોર, પછી પવન ઘટતા તાપમાન વધશે

રાજધાની દિલ્હીમાં શુક્રવારે ખૂબ જ ઠંડો દિવસ રહ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગાઢ ધુમ્મસ બાદ શનિવારે સવારે દિવસભર ઠંડી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ સ્થળનું લઘુત્તમ તાપમાન સતત બે દિવસ સુધી 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોય અને મહત્તમ તાપમાન (અથવા દિવસનું તાપમાન સામાન્ય કરતા ઓછું હોય એટલે કે 24 થી 4.5 થી 6.4 ડિગ્રી હોય, તો તેને ઠંડા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

શુક્રવારે દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જણાવી દઈએ કે ગુરુવારે મહત્તમ તાપમાન 16.7 અને લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ હતું. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એર ક્વોલિટી મોનિટરિંગ એજન્સી SAFAR અનુસાર, તા.15 થી 17 જાન્યુઆરી સુધી ત્રણ દિવસ સુધી પવનની ઓછી ગતિ અને ઠંડીને કારણે હવાની ગુણવત્તા સૂચકાંક ખૂબ જ ખરાબ સ્તરે રહેશે. દિલ્હીમાં બદલાયેલા હવામાનને પગલે ગુજરાતમાં શીતલહેર રહેશે. અમદાવાદ , ગાંધીનગર સહિત અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડશે. આગામી દિવસમાં રાજ્યભરમાં સુસવાટાભર્યા પવનનું જોર ઘટશે. રાજ્યના 11 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો હતો. ડીસા અને કેશોદમાં 8 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે રાજકોટ, સુરેંદ્રનગર અને ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદમાં પારો 9.7 ડગ્રી સુધી ગગડ્યો હતો.

માઉન્ટ આબુમાં માઈનસ પાંચ ડિગ્રીમાં લોકો ઠુંઠવાયા હતા. સાત વર્ષમાં સૌથી વધુ ઠંડી માઉન્ટ આબુમાં નોંધાઇ હતી. સતત પાંચ દિવસથી માઈનસ 5 ડિગ્રી તાપમાન નોંધાઇ રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW