HomeGujaratમાળિયાના વીર વિદરકા ગામમાં યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા

માળિયાના વીર વિદરકા ગામમાં યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા

માળીયાના વીર વિદરકા ગામમાં તળાવના પાછળના ભાગે આવેલ બેચરભાઈ દેગામા વાડામાં ગામના એક યુવાનને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી દેવાયલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો .ઘટનાની જાણ થતા માળીયા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના વિદરકા ગામ આવેલ તળાવ ના પાછળના ભાગે બેચરભાઈ દેગામાં ની વાડી માં તેમનાજ ગામના રોહિત જીવાભાઈ સુરેલા મુન્ના યુવકને અજાણ્યા શખ્સોએ માથામાં અને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના આજકી હત્યા કરી દેવાઈ હતી આ અંગે ની જાણ માળીયા પોલીસની થતા પી.એસ.આઈ ચુડાસમા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ખસેડી હતી બનાવ અંગે મૃતકના ભાઇ મહેશ જીવાભાઈ સુરેલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે માળીયામીયાણા પોલીસે હત્યાનો ગુનો નથી આરોપીની શોધખોળ હાથ ધરી છે આ અંગે વધુ તપાસ પીએસઆઈ ચુડાસમા ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW