મોરબી નગર પાલિકા વિસ્તારમાં આવતા મહેન્દ્રપરા મેઈન રોડનું કામ થોડા સમય પહેલા કરવામાં આવ્યુ હતું.જોકે આ રોડની કામગીરી એટલી બધી ગુણવતાવિહીન છે કે રોડ બન્યા બાદ ખુબ જ ટૂંકા સમયમાં તૂટી ગયો છે.મોરબી વાસીઓના ટેક્સના રૂપિયામાંથી નગર પાલિકા દ્વારા રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ભ્રષ્ટાચારી લોકો દ્વારા કરેલ મોટા ભ્રષ્ટાચારના કારણે કામ નબળું થવાથી આ રોડ તૂટી જતા મોરબીના સામાજિક અગ્રણી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ સીએમ ભુપેન્દ્ર પટેલને લખિત રજૂઆત કરી હતી અને આ વિસ્તાર, નવેસરથી રોડ બનાવવાં આ કામના જવાબદાર કોન્ટ્રકટરો તેમજ પાલિકાના ઈજનેર અધિકારી સામે કાયદેસરની તપાસ કરાવીને કસુરવારો સામે યોગ્ય કાયદેસરના પગલા લેવા માંગણી કરી છે
જો જવાબદાર લોકો વિરુદ્ધ સરકાર કે તંત્ર યોગ્ય કાર્યવાહી નહિ કરે તે છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવા અને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

