કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોન કોરોના કરતા માઈલ્ડ હોવાને કારણે ઘણા લોકો તેના પ્રત્યે ગંભીર નથી. પણ હવે આ વિષયને લઈને જર્મનીના એક્સપર્ટે એક ચિંતા વ્યક્ત કરી છે. યુરિપયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસનું ઈન્ફેકનશ પોતાની અસર મૂકી જાય છે. પછી ભલે દર્દીમાં સામાન્ય કે ઓછા લક્ષણ કેમ ન હોય? ન માત્ર કોરોના પણ હવે ધીમે ધીમે ઓમીક્રોન વાયરસના કેસ પણ વધી રહ્યા છે.
નવા થયેલા અભ્યાસ અનુસાર બીમારીનું સામાન્ય ઈન્ફેક્શન પણ શરીરના અન્ય અંગને ડેમેજ કરી શકે છે. આ માટે SARS COV 2 ઈન્ફેક્શનના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દી 45થી 74 વર્ષની વય વચ્ચેના કુલ 443 લોકોની તપાસ કરવામાં આવી હતી. અભ્યાસમાં લેવાયેલા સંક્રમીતોમાં સામાન્ય અથવા કોઈ પ્રકારના લક્ષણ ન હોવાના રીપોર્ટ મળ્યા હતા. પરિણામ એવું કહે છે કે, આ તમામ સંક્રમીત ન થનારા લોકોની તુલનામાં મીડિયમ ટર્મ ઓર્ગન ડેમેજ જોવા મળ્યું છે. રીસર્ચરે એક નિવેદન આપતા કહ્યું કે, લંગ્સ ફંક્શન ટેસ્ટમાં ફેફસાનું વોલ્યુમ ત્રણ ટકા ઘટી ગયું. વાયુમાર્ગ સાથે જોડાયેલી મુશ્કેલીઓ પણ જોવા મળી છે. આ સિવાય હ્દયનો પમ્પિંગ પાવરમાં સરેરાશ 1થી 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે લોહીમાં પ્રોટીન સ્તર 41 ટકા સુધી વધી ગયું જે દિલ પર વધી રહેલા તણાવ અંગે દર્શાવે છે. રીસર્ચ કરનારાઓને બેથી ત્રણ ગણા વધારે વખત લેગ વીન થ્રોમ્બોસિસ-પગની નસમાં લોગીના ગાંઠા થઈ જવાના સંકેત મળ્યા હતા. કિડની ફંક્શનમાં બેથી ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

પણ દર્દીના બ્રેઈન ફંક્શનમાં કોઈ માઠી અસર જોવા મળી નથી. સાયન્ટિફિક સ્ટડી સેન્ટરના ડાયરેક્ટર રાફેલ ટ્વેરેનબોલ્ડે કહ્યું કે, આ જાણકારી અમારા માટે પૂરતી છે. ખાસ કરીને ઓમીક્રોનના કેસમાં જે સામાન્ય લક્ષણો સાથે જોડાયેલા દેખાય છે. અન્ય નિષ્ણાંત સ્ટીફન બ્લેંકેનબર્ગે કહ્યું કે, અભ્યાસના પરિણામ અનુસાર શરૂઆતના સ્ટેજ પર સંભવિત જોખમને સમજવામાં મદદ મળી રહે છે. જેથી દર્દીની ટ્રિટમેન્ટમાં યોગ્ય પગલું ભરી શકાય. આ પહેલાના વેરિયન્ટ લોવર રેસ્પિરેટરી સિસ્ટમમાં પોતાની સંખ્યા વધારી રહ્યા હતા. જેના કારણે વ્યક્તિના ફેફસા પર વાયરસની અસર થતી હતી. પણ ઓમીક્રોન વેરિયન્ટમાં રેસ્પિરેટરી સિસ્ટમમાં રેપ્લિકેટ થાય છે. જેનાથી ફેફસાંને નુકસાન થવાનું જોખમ ખૂબ જ ઓછું છે. શ્વાસ લેવામાં મુશ્કેલી, સ્વાદ, ગંધની ઓળખ કરવામાં મુશ્કેલી જેવા લક્ષણ પણ જોવા મળતા નથી. પણ લક્ષણનું ન દેખાવું એ વાયરસ ફેલાવવાની સ્પીડમાં ઘણો વધારો કરી શકે છે.

