HomeGujaratઅંતે મોરબી રેલવે સ્ટેશનથી વાંકાનેરની સવારે 6 વાગ્યાથી ડેમુ ટ્રેન ફરી દોડશે

અંતે મોરબી રેલવે સ્ટેશનથી વાંકાનેરની સવારે 6 વાગ્યાથી ડેમુ ટ્રેન ફરી દોડશે


કોરોના મહામારી પહેલા મોરબીથી વાંકાનેર રેલવે જંકશન જવા માટે દરરોજ સવારે 6 :15 મીનીટે મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન ચાલતી હતી જોકે કોરોના મહામારીના કારણે દેશમાં લોકડાઉનલાગતા 1 વર્ષ કરતા પણ વધારે સમય સુધી ડેમુ ટ્રેન સર્વિસ બંધ કરી દેવાઈ હતી અલગ અલગ સામાજિક કાર્યકરોની રજુઆત બાદ ફરી મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન શરૂ કરાઇ હતી જોકે સવારે 6 વાગ્યે અને રાત્રી 10વાગ્યાની ટ્રેન સેવા શરું કરાઈ ન હતી.જેના કારણે વહેલી સવારે સીરામીક ફેકટરીમાં મજુરી કરતા શ્રમિકો વિધાર્થીઓ તેમજ વહેલી સવારે વાંકાનેર જંકશનથી ઉપડતી ટ્રેન ઉપ્લબ્ધ ન હતી.જેથી આ સવારે ટ્રેન શરૂ કરવા માંગ કરતા અંતે ર 15 જાન્યુઆરીથી વાંકાનેર-મોરબી વચ્ચે 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે
પશ્ચિમ રેલ્વેએ 15 જાન્યુઆરી, 2022 થી આગળની સૂચના સુધી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ વિશેષ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.

ટ્રેન નંબર 09562 મોરબી – વાંકાનેર સ્પેશિયલ મોરબીથી દરરોજ સવારે 06.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 06.45 કલાકે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર અને મકનસર સ્ટેશન પર ઉભી રહેશે.
ટ્રેન નંબર 09441 વાંકાનેર – મોરબી સ્પેશિયલ વાંકાનેરથી દરરોજ સવારે 07.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 07.55 કલાકે મોરબી પહોંચશે. આ ટ્રેન મકનસર અને નજરબાગ સ્ટેશન પર ઉભી રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW