ઈન્ડિયન પ્રિમિયર લીગની 2022ની સિઝનમાં અમદાવાદની ટીમનો સમાવેશ કરાયો છે. જેને બીસીસીઆઈએ ગ્રીન સિગ્નલ આપ્યું છે. જો કે આ મુદ્દે બોર્ડના અધિકારીઓ કે બીસીસીઆઈ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પરંતુ ઓક્શન પહેલા અમદાવાદની ટીમ અંગે બીસીસીઆઈ કોઈ સત્તાવાર જાહેરાત કરે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

આઈપીએલની 2022ની સિઝનમાં આ વખતે અમદાવાદની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ટીમનો સમાવેશ થતાની સાથે જ CVC કેપિટલ્સ વિવાદોમાં ઘેરાઈ હતી. CVC ગ્રુપ કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું હોવાનું અને ટીમના ભવિષ્ય તથા ડીલ સામે મોટા પ્રશ્નો ઉઠ્યાં હતાં. જેનાા આધારે બોર્ડે એક કમિટિની રચના કરી હતી. તેમજ આ કમિટિને યોગ્ય રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું હતું. આ દરમયાન કમિટિએ 2-3 સપ્તાહ પહેલા જ તેમનો નિર્ણય સોંપી દીધો છે. આ રિપોર્ટના આધારે બોર્ડે CVC કેપિટલ્સને આઈપીએલમાં ટીમ બનાવવા માટેની અનુમતી આપી દીધી છે.

મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે અમદાવાદની ટીમે બીસીસીઆઈ અને સ્પેશિયલ કમિટિએ ગ્રીન સિગ્નલ આપ્યું છે. આ ટીમ બીસીસીઆઈ સાથે આઈપીએલનો નવો કોન્ટ્રાક્ટ સાઈન કરશે. આ ઉપરાંત 31 જાન્યુઆરી પહેલા અમદાવાદની ટીમેન 3 ખેલાડીઓને સાઈન કરવાની ડેડલાઈન પણ અપાશે. આ તમામ કોન્ટ્રાક્ટ સાઈન થયા પછી બોર્ડ આની જાહેરાત કરશે. તો બીજી તરફ અમદાવાદની ટીમના હેડ કોચ તરીકે આશિષ નહેરા અને રવિ શાસ્ત્રીના નામો ચર્ચાઈ રહ્યાં છે. તથા ટીમના મેન્ટોર કોચ તરીકે ગેરી કર્સ્ટન અને કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરના નામો ચર્ચામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઈપીએલમાં અમદાવાદની ટીમને સીવીસી ગ્રુપે 562 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ત્યારબાદ સીવીસી ગ્રુપ સામે વિવાદોનો મધપુડો છંછેડાયો હતો અને આ ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીઓમાં રોકાણ કર્યું હોવાના આક્ષેપો થતા બીસીસીઆઈ કમિટિ બનાવી હતી.

