HomeGujaratIPLમાં સૌથી વધારે વિકેટ લેનારને રીટેન ન કરતા બોલરે કહ્યું એવુું લાગે...

IPLમાં સૌથી વધારે વિકેટ લેનારને રીટેન ન કરતા બોલરે કહ્યું એવુું લાગે છે કે…

એ દિવસો હવે ગયા જ્યારે ભારત પાસે સારા ફાસ્ટ બોલરોનો અભાવ હતો. વર્તમાન યુગમાં ભારતમાં ઘણા એવા ફાસ્ટ બોલર છે. જે મોટા મોટા બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. તેમાંથી એક બોલર હર્ષલ પટેલ છે. જેને IPL 2021માં તેની શાનદાર બોલિંગ માટે ઈનામ મળ્યું હતું. તેણે ગયા વર્ષે નવેમ્બરમાં ટીમ ઈન્ડિયામાં માટે ડેબ્યૂ કર્યું હતું. IPL 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર RCB તરફથી રમતા હર્ષલે 15 મેચમાં રેકોર્ડ 32 વિકેટ લીધી હતી.

ત્યાર બાદ તેણે IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના ડ્વેન બ્રાવોના રેકોર્ડની બરાબરી કરી. બ્રાવોએ 2013માં 32 વિકેટ લીધી હતી. હર્ષલ પટેલને આ પ્રદર્શન પછી આશા હતી કે RCB IPL 2022ની મેગા હરાજી પહેલા આ બોલરને જાળવી રાખશે. પરંતુ ટીમે એવું કર્યું નથી. હવે ક્રિકટેકરે આપેલા ઈન્ટરવ્યુમાં આનું કારણ જણાવ્યું છે. આ સિવાય તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના ડેબ્યૂ, ડેથ ઓવરમાં બોલિંગ અને રાહુલ દ્રવિડ સાથે ડેબ્યૂ દરમિયાન શું થયું તે વિશે જણાવ્યું. જ્યારે મને રિટેન કરવામાં આવ્યો ન હતો, ત્યારે માઈક હેસને મને બોલાવ્યો અને કહ્યું કે તે ટીમના સેલેરી પર્સને કારણે આ બન્યું નથી. તેઓ સ્પષ્ટપણે મને ટીમમાં પાછા લેવાનું પસંદ કરશે અને હું ફરીથી RCB માટે રમવાનું પસંદ કરીશ. કારણ કે RCB અને આ સિઝન (2021) એ મારી આખી કારકિર્દી અને જીવન બદલી નાખ્યું છે. જો કે, હરાજીના સંદર્ભમાં, ફ્રેન્ચાઇઝીએ મારી સાથે કોઈપણ રીતે વાત કરી નથી. મેં 2021ની સીઝન પહેલા IPLમાં ક્યારેય ડેથ ઓવર ફેંકી ન હતી. તેથી, જ્યારે RCBએ મને દિલ્હી કેપિટલ્સમાં ટ્રેડ કર્યો, ત્યારે કદાચ પહેલાથી જ તમામ હોમવર્ક કરી લીધું હતું. મારામાં સારો ડેથ બોલર બનવાના ગુણો જોયા હશે. RCB મેનેજમેન્ટે મને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે તમે આ જવાબદારી લો અને અમે તમને તે માટે સમર્થન આપીશું. તેથી, મને આવુ થવાની અપેક્ષા ન હતી.

Harshal Patel completes five-wicket haul in remarkable final over | The  Cricketer

હર્ષલ પટેલે કહ્યું કે સાચું કહું વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ સાથે રમવાનું એ મારા માટે આ સાવ સામાન્ય હતું. હું સ્ટાર ઇમેજ વિશે વધુ વિચારતો નથી. મને મારી પહેલી IPL પણ યાદ છે, ત્યારે પણ હું સ્ટારડમ વિશે વધારે વિચારતો ન હતો. હું તેની રમતથી પ્રભાવિત છું. તેઓ દબાણને કેવી રીતે હેન્ડલ કરે છે? હું બોલ અને બેટથી તેની ક્ષમતા પર નજર રાખું છું. હું વિરાટ અને ડી વિલિયર્સ પાસેથી આ જ શીખ્યો છું. હર્ષલ પટેલે ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. કોચ તરીકે રાહુલ દ્રવિડની પણ આ પ્રથમ શ્રેણી હતી. આવી સ્થિતિમાં જ્યારે હર્ષલને દ્રવિડ સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું, દ્રવિડે મને કહ્યું કે 10 વર્ષ સુધી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા બાદ અહીં પહોંચ્યા છો. તમે તમારી રમત સારી રીતે જાણો છો. તમે IPL 2021માં સારું પ્રદર્શન કર્યું છે. હું નથી ઈચ્છતો કે તમે કંઈ અલગ કરો. તમે જાણો છો કે તમારે મેદાન પર શું કરવાનું છે. અમે કોઈપણ પરિસ્થિતિમાં તમારો સાથ આપવા તૈયાર છીએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW