HomeNationalઆ કર્મચારીને તાત્કાલિક ધોરણે નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા,જાણો કેમ

આ કર્મચારીને તાત્કાલિક ધોરણે નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા,જાણો કેમ

પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાંથી એક એવી ઘટના સામે આવી છે જે વાંચીને નોકરી માટે તૈયારીઓ કરતા યુવાનો એક વખત જરૂર વિચારશે. સામાન્ય રીતે યુવાનો જુદી જુદી સ્ટાઈલ ફોલો કરતા હોય છે. પણ ભોપાલમાંથી એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. કારણ કે તેણે પોતાની મુંછને એક સ્ટાઈલીશ લુક આપી દીધો હતો. પછી જ્યારે વિભાગે એને ઠપકો આપ્યો ત્યારે પણ તેણે મુંછ મુંડાવી ન હતી. આમ કોન્સ્ટેબલને મુંછ રાખવી ભારે પડી છે.

ભોપાલમાંથી એક પોલીસ કોન્ટેબલની નોકરી મુંછને કારણે ગઈ છે. આ પોલીસ કોન્સ્ટેબલનું નામ રાકેશ રાણા છે. જે ભોપાલ પોલીસમાં કો ઓપરેટિવ ફ્રોડ અને લોક સેવા ગેરેન્ટીના વ્હીકલમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ટર્ન આઉટ ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે, સિપાઈ રાકેશ રાણાના વાળ વધી ગયા હતા અને મુંછ પણ લાંબી હતી. એવામાં રાકેશ રાણાને મુંછ અને વાળ સેટ કરાવવા તેમજ કપાવી નાંખવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. તેમ છતાં સિપાઈએ ન તો મુંછ કપાવી અને ન તો વાળ કપાવ્યા હતા. પોલીસ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર એમાં લખ્યું છે કે, આરક્ષક ચાલક 1555 રાકેશ રાણા, એમ.ટી.પુલ, ભોપાલ જે ખાસ કો ઓપરેટિવ ફ્રોડ તથા લોકસેવા ગેરેન્ટીના વ્હીકલ્સ વિભાગમાં ચાલક તરીકે ડ્યૂટી કરી રહ્યા છે. ટર્ન આઉટ ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, એના વાળ વધી ગયા છે અને મુંછ પણ એક અલગ સ્ટાઈલમાં તેણે રાખી છે. જેના કારણે ટર્ન આઉટ અલગ લાગે છે. રાકેશ રાણાને વાળ કપાવી નાંખવા તથા મુંછ મુંડાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.

मूंछों पर कुर्बान कर दी नौकरी, पुलिस ने सिपाही को किया सस्पेंड | The job  was sacrificed on the mustache, the police suspended the soldier | मूंछों  पर कुरबान कर दी नौकरी,

પણ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવેલા આદેશનું પાલન ન કરવા બદલ તથા વાળ-મુંછ જે રીતે રાખ્યા છે એને યથાવત રાખવા માટે જીદ કરી હતી. યુનિફોર્મ સર્વિસમાં આ યોગ્ય ન હતું. જેના કારણે અન્ય કર્મચારીઓ ઉપર પણ એની વિપરીત અસર થતી હતી. તેથી 1555 રાકેશ રાણાને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એને નિયમ અનુસાર જે મળવાપાત્ર ભથ્થુ છે એ આપી દેવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW