HomeNationalજમ્મુ કાશ્મીરમાં 3 ત્રાસવાદીઓ ઠાર,એક સ્થાનિક આતંકી ગ્રૂપમાં હતો

જમ્મુ કાશ્મીરમાં 3 ત્રાસવાદીઓ ઠાર,એક સ્થાનિક આતંકી ગ્રૂપમાં હતો

જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે સતત ચાલું રહેલી લડાઈમાં સૈન્ય જવાનોએ એક ઑપરેશનમાં ત્રણ ત્રાસવાદીઓને ફૂંકી માર્યા છે. મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરનાા ખડગાવ ગુરૂવારે રાત્રે એક ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કાશ્મીરના બડગાવ જિલ્લાના ચાડુસા ગામ નજીક આંતકવાદીઓ છુપાયા હોવાના ચોક્કસ ઈનપુટ સૈન્યને મળ્યા હતા.

એ પછી સૈન્ય જવાનોએ આ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. એ પછી ફાયરિંગ શરૂ થતા એના વળતા જવાબમાં સૈન્યએ ત્રણ ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકીઓ લશ્કર એ તોએબા સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આતંકવાદીઓમાં એક વ્યક્તિ કાશ્મીરનો સ્થાનિક હતો. જેનું નામ વસીમ હતું. એની પાસેથી ત્રણ એકે 56 રાયફલ્સ, હેન્ડ ગ્રેનેડ તેમજ અન્ય વિસ્ફોટકો મળી આવ્યા છે. કાશ્મીરના આઈજીએ કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી હથિયાર અને શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા મળી છે. શુક્રવારે બડગામ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને જવાનોએ ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર બડગામના જોલવા ક્રાલપુરા ચદૂરા વિસ્તારમાં થયું હતું. અત્યાર સુધી શ્રીનગર શહેરના વસીમ તરીકે માત્ર એક આતંકીની ઓળખ થઈ છે. તેમની પાસેથી ત્રણ એકે-56 રાઈફલ મળી આવી છે.

સુરક્ષા દળોએ બુધવારે સવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન એક પાકિસ્તાની સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા ત્રણેય આતંકી જૈશ-એ-મોહમ્મદના સભ્યો હતા. તેમની પાસેથી હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, ચાંદગામ, પુલવામામાં એન્કાઉન્ટર દરમિયાન જૈશના ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. તેમાંથી એક પાકિસ્તાનનો નાગરિક હતો. તેણે કહ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી 2 એમ-4 કાર્બાઈન, એક એકે-47 રાઈફલ અને અન્ય વિસ્ફોટકો મળી આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના પહેલા પણ કાશ્મીર પોલીસ, CRPF અને આર્મી દ્વારા કુલ 9 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટર અનંતનાગ, કુલગામ અને પંથા ચોક વિસ્તારમાં થયા હતા. સુરક્ષા દળોએ તેમના સંયુક્ત ઓપરેશનમાં કુલ 171 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાંથી 19 પાકિસ્તાની અને 152 સ્થાનિક આતંકવાદીઓ હતા. તે જ સમયે, આ વર્ષે આતંકવાદી ગતિવિધિઓમાં 34 નાગરિકો માર્યા ગયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW