HomeGujaratમોરબી જિલ્લામાં કોરોનામાં ઉછાળો આવતા મંત્રી બ્રિજેશ મેરજાએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી

મોરબી જિલ્લામાં કોરોનામાં ઉછાળો આવતા મંત્રી બ્રિજેશ મેરજાએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી

મોરબી જિલ્લામાં ડીસેમ્બર 2022ના અંતિમ સપ્તાહથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે.ખાસ કરીને શાળાઓમાં પણ વિધાર્થીઓ પોઝીટીવ આવી રહ્યા છે.મોરબી જિલ્લામાં 28 ડીસેમ્બરથી 6 જાન્યુઆરી દરમિયાન કુલ 104 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 21 જેટલા વિધાર્થીઓ પોઝીટીવ આવતા વહીવટી તંત્ર એક્ટીવ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લામાં કોરોના અંગેની સ્થિતિની દેખરેખ માટે પ્રભારી સચિવ તરીકે મનીષ ચન્દ્રાની નિમણુક કરવામાં આવી છે.જેમને સરકાર દ્વારા તાત્કાલિક જિલ્લામાં હાજર થવા સુચના આપવમાં આવી છે.


મોરબી જિલ્લામાં આજે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર જિલ્લા આરોગ્ય અધિકારી સિવિલ સર્જન સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કોરોનાની ત્રીજી લહેરને પહોચી વળવા તૈયારી અંગે સમીક્ષા કરી હતી મીટીંગ અંગેની જાણકારી આપતા બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે ૪,૪૩,૯૨૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જયારે સાત મહિનામાં એક પણ દર્દીનું મોત થયું નથી ત્રીજી લ્હેરને ધ્યાને લઈ ૩૩૭૨ બેડનું આયોજન કર્યું છે જેમાં 750 નોર્મલ ૨૩૭૮ ઓક્સીજન બેડ અને ૧૪૪ આઈસીયુ અને ૧૦૦ વેન્ટીલેટર બેડ તૈયાર કરવામાં આવ્યા છે. બીજી વેવમાં રહેલી ત્રુટી સુધારી લેવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી છે.

આ સિવાય ઓકિસજન સીલીન્ડર બાબતમાં તૈયારી કરી છે અને મોરબી જીલ્લામાં હાલ ૩૫૦ ઓક્સીજન સીલીન્ડર ઉપલબ્ધ છે તેમજ નવા ૩૬૦ ઓક્સીજન સીલીન્ડરની ખરીદી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW