HomeGujaratસતત 15 કલાક સુધી પિલ્લર પકડીને ઊભી રહી દેવોલીના-રશ્મિ, પેન્ટમાં જ કરી...

સતત 15 કલાક સુધી પિલ્લર પકડીને ઊભી રહી દેવોલીના-રશ્મિ, પેન્ટમાં જ કરી લીધુ….

બિગ બોસ 15 જેમ જેમ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે એમ ઘરમાં ગેમ રોમાંચક બની રહી છે. અનેક વખત ટિકટ ટુ ફિનાલે રદ્દ થયા બાદ હવે ઘરના સભ્યોએ જીતવા માટે જાન લગાવી દીધી છે. ગત એપિસોડમાં દેવોલીના ભટ્ટાચાર્જી અને રશ્મિ દેસાઈએ એક ટાસ્કમાં કમાલ કરી દીધી. બંને 15 કલાક સુધી પોલના સહારે ઊભી રહી ગઈ હતી. આ દરમિયાન ઘરના સભ્યોએ પોલથી દૂર ખસી જવા માટે ખૂબ જ ટોર્ચર કર્યું હતું. પણ તે પોતાની પોઝિશનથી થોડું પણ ખસી ન હતી. માનસિક રીતે અડગ રહેલી બંને સ્પર્ધક ટસની મસ થઈ ન હતી.

મજબુર થઈને પછી બિગબોસે ટાસ્કમાં મુશ્કેલી લેવલ વધારી દેવું પડ્યું. દેવોલીના અને રશ્મિની જબરદસ્ત ટક્કરમાં રશ્મિ મેદાન મારી ગઈ હતી. હવે તે એક જીત સાથે ફિનાલેમાં પહોંચી ગઈ છે. બંનેની આવો અઘરો ટાસ્ક કરવા બદલ સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઈ રહી છે. બિગબોસે પણ બંને સભ્યોના ખૂબ વખાણ કર્યા છે.ટાસ્ક દરમિયાન એક એવો પણ સમય આવ્યો હતો જ્યારે દેવોલીનાએ પેન્ટમાં જ સુ સુ કરી લીધું હતું.

જ્યારે આવું થયું ત્યારે તેણે પ્રતીકને એવું કહ્યું હતું કે, તે એના પર પાણી નાંખી દે. એ પછી દેવોલીનાએ પોલને પકડી રાખીને સુ સુ કરી લીધું હતું. દેવોલીનાની જીત તરફની આવી લોખંડી ઈચ્છાશક્તિને ઘરના બીજા સભ્યોએ વખાણી હતી. ઉમર રિયાઝે એવું કહ્યું હતું કે, આ છોકરી ટાસ્ક જીતવા માટે કંઈ પણ કરશે. છેલ્લા રાઉન્ડમાં નિશાંત ભટ્ટે દેવોલીનાના પગ પર પાણી નાંખ્યું હતું. પાણીના ફોર્સને કારણે તે લપસી પડી હતી અને ટાસ્ક હારી ગઈ હતી. દેવોલીનાને ઉમર રિયાઝ અને રશ્મિ દેસાઈને પ્રતીકે સતત ટોર્ચર કર્યું હતું.

એના પર પાણી ફેંકવામાં આવ્યું હતું, હાથ અને પગ પર શેમ્પુ અને તેલ જેવી ચિકણી વસ્તુઓ નાંખવામાં આવી હતી. જેથી કરીને તે લપસી પડે. પણ આ ટાસ્કમાં રશ્મિ મેદાન મારી ગઈ હતી. સોશ્યિલ મીડિયા પર બંનેના જોરશોરથી વખાણ થઈ રહ્યા છે. પણ રશ્મિ દેસાઈને લોકો વધુ સપોર્ટ કરી રહ્યા છે. ટ્વિટર સાઈટ પર RECORD SETTER RASHAMI ટ્રેંડ થઈ રહ્યું છે. જ્યારે દેવોલીનાના ફેન્સ TASK ACER DEVOLEENA એવું ટ્રેંડ કરી રહ્યા છે. જોકે સોશિયલ મીડિયા પર બંને સેલિબ્રિટિના ફેન્સ સામસામે આવી ગયા છે. પણ રશ્મિથી લોકો વધારે ઈમ્પ્રેસ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW