મોરબી જિલ્લામાં એક પછી એક સ્કૂલમાં કોરોનાના નવા કેસ આવી રહ્યા છે. મોરબીની ચોથી સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. સોમવારે મોરબી જિલ્લામાં કુલ 1285 લોકોના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાથી 24 કોરોનાના કેસ સામે આવ્યા હતા. આ 24 કેસમાં નાલંદા વિધાલયમાં 4 કેસ,નવયુગ વિધાલય 1 માં વિનય ઇન્ટરનેશનલમાં 1માં મળી કુલ 24 કેસ પોઝિટિવ આવ્યા છે. તાલુકા મુજબ જોઈએ તો મોરબી શહેરમાં 12 ગ્રામ્યમાં 10,હળવદ તેમજ ટંકારામાં 1-1કેસ સામે આવ્યા હતા. આજનકેસ મળી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 63નો આંકડો વટાવી ચુકી છે. મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોનાના નવા કેસ લોકોની ચિંતા વધારી રહ્યા છે.

