મહારાષ્ટ્ર રાજ્યમાં શાકભાજી અછત ઊભી થતા એની એક અસર ગુજરાતમાં પણ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં ગુજરાતીઓને ઊંધીયું કે ઉંબાડીયું ખાવું નહીં પોસાય.કારણ કે, દરેક શાકભાજીના ભાવમાં મોટો ભાવવધારો થયો છે. ગુજરતાના પ્રાંતિજથી ટ્રક ભરીને ફ્લાવરને ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા,જેની કિંમત હતી રૂ.35 રુપિયા પ્રતિ કિલો હતી. આ કિંમતની સાથે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હજી ઉમેરવામાં નથી. આવી જો એવું કરવામાં આવે તો ફ્લાવરના ભાવમાં મોટો ભાવ વધારો થવાના એંઘાણ છે. મહારાષ્ટ્રમાં પણ શાકભાજીની અછતને કારણે ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીમાં એટલી હદે ભાવવધારો થયો છે કે કેટલાક શાક તો રૂ.100 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે.

અમદાવાદ APMCના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં જથ્થાબંધ બજારમાં ફ્લાવર રૂ.10 પ્રતિ કિલો વેચાતુ હતું, અત્યારે તેની કિંમત રૂ.30 છે. આ ભાવ તો જથ્થાબંધ બજારનો છે. દરેક ઘર સુધી પહોંચે ત્યાં સુધીમાં ભાવ વધી જાય છે. જેના પરથી એવું કહી શકાય કે, આવનારા દિવસોમાં કોઈને ઊંધીયું ખાવું નહીં પોસાય. આ ફ્લાવરની કિંમત રૂ.150 સુધી થઈ શકે છે. નામ જાહેર ન કરવાની શરતે અમદાવાદ એપીએમસીના એક કર્મચારીએ કહ્યું કે, આવાનારા ઉત્તરાયણ સુધી અમદાવાદીઓ ભરપૂર પ્રમાણમાં શાકભાજી ખાશે. આ માટે ત્યાં સુધીમાં શાકભાજીના કોઈ ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા જણાઈ નથી રહી. માત્ર ઉત્તરાયણના દિવસે જ નહીં, આ સિવાય પણ શિયાળાના દિવસોમાં લોકો ઊંધીયું ખાતા હોય છે. જેના કારણે શાકભાજીના વપરાશમાં 30 ટકા જેટલો વધારો ચોક્કસપણે નોંધાશે. પણ આ વખતે સ્થિતિ થોડી જુદી છે. શાકભાજીની અછતને કારણે શાકભાજીના ભાવ વધશે.
અમદાવાદ એપીએમસી સેક્રેટરી દીપક પટેલ કહે છે કે, રાજ્યના વાતાવરણમાં સતત થયેલા પરિવર્તનને કારણે શાકભાજીના પાકને અસર થઈ છે. કોઈ એક કોમોડિટીની વાત નથી. ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠું પડે તેવી આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. જો આ આગાહી સાચી પડશે તો ખેડૂતોએ નુકસાન મોટું ભોગવવું પડશે. આ કારણે શાકભાજીના મોટા પાકને સીધી અસર થશે. મહારાષ્ટ્રમાં ખાસકરીને નાસિક વિસ્તારના આખા પટ્ટામાં શાકભાજીનું મોટું ઉત્પાદન થાય છે. પણ આ વખતે ઉત્પાદન ઘણું ઓછું થયું છે. ફ્લાવરને પ્રાંતિજથી મુંબઈ મોકલવામાં આવ્યા છે.
અમદાવાદના ડીલર જાવેદ શેખ એવું છે કે, શહેરમાં બટેટા અને ડુંગળી સહિત 360 ટન શાકભાજી અમદાવાદમાં આવે છે. જેમાંથી 200 ટન લીલા શિયાળું શાકભાજી હોય છે. માર્કેટમાંથી શાકભાજી રાજસ્થાન, દિલ્હી અને દેશના ઉત્તરી વિસ્તારોમાં મોકલવામાં આવે છે. જો ગુજરાતનો પાક હોય તો બીજા રાજ્યમાં થાય છે. બીજા રાજ્યમાંથી પાક આપણે ત્યાં પણ આવે છે. પણ મહારાષ્ટ્રમાં ઉત્પાદન ઓછું હોવાને કારણે આવું થાય છે. આ વિસ્તારોમાંથી માંગ વધારે હોય છે અને દિલ્હી તેમજ રાજસ્થાનથી ભાવ પણ સારો મળે છે. જેના પરિણામે શહેરમાં શાકભાજીની અછત સર્જાય છે. એક પદાધિકારીએ એવું પણ કહ્યું કે, ભાવ ભલે શાકભાજીના વધ્યા હોય પરંતુ તેનાથી ખેડૂતોને કોઈ ફાયદો નથી થયો. જથ્થાબંધ માર્કેટમાં કોઈ શાકની કિંમત રૂ.35 પ્રતિ કિલો હોય તો ખેડૂતને તે માત્ર 20 અથવા 25 રુપિયા પ્રતિ કિલો મળશે. બાકીના પૈસા ડીલર કમિશન તરીકે વસૂલશે. આ ઉપરાંત ડુંગળી, ટમેટા, કોથમીર, ગાજર, ભાજી, લીલી ડુંગળી, હળદર, મૂળા, મેથી વગેરે શાકભાજીના ભાવ વધશે એ નક્કી મનાય રહ્યું છે.

