HomeGujaratપહેલી વખત ONGCનું તમામ સંચાલન કોઈ મહિલાના હાથમાં જાણો કોણ છે આ

પહેલી વખત ONGCનું તમામ સંચાલન કોઈ મહિલાના હાથમાં જાણો કોણ છે આ

ડૉ. અલકા મિત્તલને દેશની અગ્રણી ઉર્જા કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGCના અધ્યક્ષ અને MD -CMD બનાવવામાં આવ્યા છે. મિત્તલ ONGCના સૌથી વરિષ્ઠ ડિરેક્ટર છે અને હવે તેમને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર CMDનો વધારાનો હવાલો તથા પદ આપવામાં આવ્યું છે. સુભાષ કુમાર તા. 31 ડીસેમ્બર 2021 ના ​​રોજ નિવૃત્ત થયા છે, તેમની જગ્યાએ CMD તરીકે અલકા મિત્તલ આવ્યા છે. સુભાષ કુમાર ONGCના ડિરેક્ટર ફાયનાન્સ હતા. ગયા વર્ષે એપ્રિલમાં તેમને સીએમડીનું પદ આપવામાં આવ્યું હતું. ONGCએ ગયા વર્ષે ફેબ્રુઆરીથી ફુલ ટાઈમ ચેરમેનની નિમણૂક કરી નથી.

કંપની ભારતમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ઉત્પાદનમાં 71% ફાળો આપે છે. ONGC 20 દેશોમાં 41 પ્રોજેક્ટ ધરાવે છે, અઝરબૈજાન, બાંગ્લાદેશ, બ્રાઝિલ, કોલંબિયા, ઈરાક, ઈઝરાયેલ, ઈરાન, કઝાકિસ્તાન, લિબિયા, મોઝામ્બિક, મ્યાનમાર, નામીબિયા, રશિયા, દક્ષિણ સુદાન, સુદાન, સીરિયા, સંયુક્ત આરબ અમીરાત, વેનેઝુએલા, વિયેતનામ અને ન્યુ. ઝીલેન્ડ ભાગ લઈ રહ્યું છે. ONGCની સ્થાપના 1993માં થઈ હતી. ઈકોનોમિક્સ વિષય સાથે અલકા મિત્તલે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ડિગ્રી મેળવ્યા બાદ ટ્રેનર તરીકે કરિયર શરૂ કર્યું હતું.

HRMમાં MBA કર્યું છે. કોમર્સ અને બિઝનેસ સ્ટડીમાં ડૉક્ટરેટ કર્યું છે.વર્ષ 1985માં અલકા મિત્તલે ટ્રેનર તરીકે ONGC જોઈન કર્યું હતું.વર્ષ 2018માં અલકા મિત્તલ HR ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. હવે કંપનીના ઈતિહાસમાં પહેલી વખત એક મહિલાને ફુલ ટાઈમ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. HR બનતા પહેલા મિત્તલ ONGCમાં સ્કિલ ડેવલપમેન્ટ ચીફ તરીકે કામ કરતા હતા. સામાન્ય રીતે, સરકાર જાહેર ક્ષેત્રની કંપનીના ડિરેક્ટર અથવા ચેરમેનની નિવૃત્તિના ઓછામાં ઓછા બે મહિના પહેલાં તેના અનુગામીની જાહેરાત કરે છે. પરંતુ ઓએનજીસી (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન)ના કિસ્સામાં આવું બન્યું નથી.

જેથી કંપની 48 કલાકથી વધુ સમય સુધી હેડ વગર કામ કરતી રહી. કુમાર ઓએનજીસીના ડિરેક્ટર-ફાઇનાન્સ હતા અને ગયા વર્ષે એપ્રિલથી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળી રહ્યા હતા. કંપનીના છેલ્લા સંપૂર્ણ સમયના વડા શશિ શંકર તા.31 માર્ચ, 2021ના રોજ નિવૃત્ત થયા હતા. તેમની જગ્યાએ અન્ય કોઈની પસંદગી કરવામાં આવી નથી. કંપનીના બોર્ડમાં સૌથી વરિષ્ઠ ડિરેક્ટર કુમારને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW