HomeGujaratજે માતા-પિતાએ બંને ડોઝ નહીં લીધા હોય એના સંતાનનો અભ્યાસ બંધ

જે માતા-પિતાએ બંને ડોઝ નહીં લીધા હોય એના સંતાનનો અભ્યાસ બંધ

રાજકોટ શહેર તેમજ જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાળકો માટે હિતાવહ છે. આ નિર્ણય હેઠળ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતાએ વેક્સીનના બંને ડોઝ નહીં લીધા હોય એવા તમામ વિદ્યાર્થીઓનો ઓફલાઈન અભ્યાસ રદ્દ કરાશે. આ મામલે ખાનગી શાળાના સંચાલક અજય પટેલે કહ્યું હતું કે, હાલમાં જે પ્રમાણે રાજકોટમાં સંક્રમણ વધે છે તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.

હવે શાળામાંથી ઓફલાઈન અભ્યાસ કરાવવા માટે મોકલતા વિદ્યાર્થીઓના માતા પિતાએ વેક્સીનના બંને ડોઝ લીધા હોવા અનિવાર્ય છે. તા.3 જાન્યુઆરીના રોજ 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સીન આપવામાં આવશે. માતા પિતા પણ પોતાના સંતાનો જો આ વર્ગમાં આવતા હોય તો વેક્સીન લેવડાવે.રાજકોટ સિટીમાં 1 લાખ 51 હજાર 662 વિદ્યાર્થીઓને વેક્સીન આપવામાં આવશે. આ મામલે રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 75055 વિદ્યાર્થીઓને જ્યારે શહેરમાં 76607 વિદ્યાર્થીઓને વેક્સીન અપાશે. આરોગ્ય વિભાગ તથા જિલ્લા શિક્ષણાધિકારી તરફથી એક સંકલન કરીને આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લા અને શહેરમાં આરોગ્યની ટીમ ત્યાં જઈને વેક્સીન આપશે. સોમવારથી આ ડ્રાઈવ શરૂ થશે. વેક્સીન આપતા પહેલા વાલીઓ પાસેથી એક સહમતીપત્ર પણ ભરાવવામાં આવશે. જો વાલીઓની સહમતી હશે તો જ એના કિશોરને વેક્સીન અપાશે. રાજકોટમાં સોમવારથી વિદ્યાર્થીઓ માટે વેક્સીન માટેની મેગા ડ્રાઈવ શરૂ થવાની છે. આ પ્રકારનું આયોજન છે.

DEO બી.એસ.કૈલા

આ માટે ખાસ તૈયારીઓ થઈ ચૂકી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વેક્સીનની આ ઝુંબેશ શરૂ થઈ રહી છે. રાજ્ય માટે જે તે જિલ્લાના શિક્ષણાધિકારીએ આરોગ્ય વિભાગની ટીમ સાથે એક ખાસ બેઠક યોજી હતી. ખાનગી તેમજ સરકારી એમ બંને સ્કૂલમાં વેક્સીન માટે ખાસ આયોજન કરવમાં આવ્યું છે. બાળકોના વેક્સીન માટે પણ હાલમાં તૈયારીઓ થઈ રહી છે. સિરમ ઈન્સ્ટિટ્યુટ બાળકો માટેની વેક્સીન તૈયાર કરી સરકારને સોંપશે. હાલમાં આ વેક્સીન પરીક્ષણ હેઠળ હોવાના વાવડ સામે આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW