નવાવર્ષના પ્રારંભે જ જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ મચી હતી. જેમાં 12 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં હતાં. જ્યારે 15થીવધારે લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે રાજપીપળાનો જોશી પરિવાર પણ ફસાયો હોવાનું સામે આવ્યું છે. જો કે,તેઓ સુરક્ષિત હોવાની માહિતી મળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
Reasi, J&K | Vaishno Devi yatra resumes following a brief suspension after 12 people lost their lives in a stampede incident in Katra pic.twitter.com/n2xZO2wuj9
— ANI (@ANI) January 1, 2022
રાજપીપળાનો જોશી પરિવાર 23 ડિસેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયો હતો. આજે વહેલી સવારે જ્યારે વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચી હતી ત્યારે આ પરિવાર પણ ત્યાં હાજર હતો. જોશી પરિવારના 6 સભ્યો મંદિરમાં થયેલી ભાગદોડમાં ફસાયા હતા. આ ઘટનાથી રાજપીપળામાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતા જોવા મળી હતી.

મહામસુબીતે આ પરિવાર જમ્મુના કટરા ખાતે આવી પહોચ્યો હતો અને સોશયલ મીડિયાના માધ્યમથી પરિવારજનો સાથે વાતચીત કરીને પોતે સુરક્ષિત હોવાનું જણાવતા અંતે પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

