ચિતિંગના કેસ માત્ર આપણા દેશમાં જ થાય એવું નથી હોતું અમેરિકામાં ફ્લોરિડા રાજ્યમાં રહેતી એક મહિલાએ પ્રીમેચ્યોર બેબીની ડિલિવરીનું બિલ જોયું ત્યારે એના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એક હોસ્પિટલે આ મહિલાને 56 દિવસની ટ્રીટમેન્ટ સામે રૂ. 4.12 કરોડ રૂપિયાનું બિલ ફટકાર્યું. જે હકીકતમાં રૂ.35 લાખનું જ હતું. પછી હોસ્પિટલે પોતાની ભૂલ સ્વીકારીને ફરી રૂ. 35 લાખ રૂપિયાનું બિલ મહિલાને મોકલ્યું હતું.
આ મહિલાનું નામ બિસિ બેનેટ છે. જે એક ઇન્સ્યોરન્સ વર્કર છે. નવેમ્બર 2020ના સાતમે મહિને તેને અચાનક પ્રસુતિની પીડા શરૂ થઈ હતી. આ પછી હોસ્પિટલમાં ડૉક્ટરે ડિલિવરી કરાવી લેવા માટે સજેશન આપ્યું. તેથી બિસિએ અધૂરે મહિને દીકરાને જન્મ આપ્યો. જન્મ સમયે બાળક રડતું ન હોવાથી બિસિ અને તેના પતિને ચિંતા થઈ ગઈ હતી. પણ પછી સ્થિતિ સામાન્ય બની હતી. હાલ તેનો દીકરો ડોરિયન એક વર્ષનો થઈ ગયો છે અને એકદમ સ્વસ્થ છે. પણ મામલો એના બિલને લઇને ચર્ચામાં છે. એક હોસ્પિટલે આટલું મોટું બિલ આપતા થોડા સમય માટે તો દંપતી ચોંકી ગયું હતું. મહિલા એ જુદી જુદી હોસ્પિટલમાં એની સારવાર કરાવી હતી. જે એના ઘરથી ખૂબ નજીક હતી. એમાંથી કેટલીક હોસ્પિટલ ઇનસુરેન્સ માં આવતી હતી એટલે મહિલાને ફાયદો થાય એમ હતું.

ફિલ્મમાં હેલ્થ અંગેનો એક પ્લાન્ટ જતાં મોટું ભોપાળું થયું હતું. મહિલાની સારવાર નિયોનેટલ ઇન્ટેસિવ કેરમાં ચાલી રહી હતી પણ ઈન્સ્યોરન્સ કંપનીને કંઈક બીજું લાગતા આ બિલ સામે આવ્યું. મહિલાને આ બિલમાં પહેલેથી આશંકા લાગી હતી જે માટે તેણે પહેલા હોસ્પિટલ તંત્રને જાણ કરી. મહિલાએ હોસ્પિટલ તંત્રને કહ્યું કે જ્યાં સુધી ત્યાં એડમિટ હોય ત્યાં સુધીની એની જવાબદારી નથી ત્યાંથી રજા લીધા બાદ પણ ટ્રીટમેન્ટ માટે એની જવાબદારી બને છે. પછી હોસ્પિટલ એની ભૂલ સ્વીકારી હતી અને વાસ્તવિક રકમનું બિલ આપ્યું હતું. એટલે છેતરપિંડી અને હોસ્પિટલની લોલમલોલ માત્ર આપણા દેશમાં બને એવું નથી હોતું આ કેસની ચર્ચા સમગ્ર ફ્લોરિડામાં તથા મેડીકલ લોબીમાં થઈ રહી છે. મહિલાએ ઈન્સ્યોરન્સ અંતર્ગત એની ટ્રીટમેન્ટ અને દવાનું બિલ કર્યું હતું. બેબીનો જન્મ થઈ જતા ઈન્સ્યોરન્સ માંથી પણ કેટલીક મદદ મળતી હતી.

