HomeGujaratરાજકોટમાં 28 હજાર ફ્રન્ટ લાઈન વોરિયર્સ-હેલ્થ વર્કરને અપાશે બુસ્ટર ડોઝ, આટલા કિશોરોને...

રાજકોટમાં 28 હજાર ફ્રન્ટ લાઈન વોરિયર્સ-હેલ્થ વર્કરને અપાશે બુસ્ટર ડોઝ, આટલા કિશોરોને મુકાશે વેક્સિન

કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વર્ષના કિશોરેનો કોરોના વેક્સિનના ડોઝ આપવાને મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે રાજકોટમાં કિશોરોને રસી આપવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 80 હજાર કિશોરોને વેક્સિન તથા 28 હજાર ફ્રન્ટ લાઈન વોરિયર્સ અને હેલ્થ વર્કરને બુસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ શરૂ કરી છે.

જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનો પ્રારંભ થશે. જેના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા નજીકના દિવસોમાં સૂચના મુજબ શરૂ કરાશે. રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે 80 હજારથી વધુ કિશોરો 15થી 18 વર્ષની ઉંમરના છે. હેલ્થ વર્કરોને જાન્યુઆરી 2022માં બુસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપ્યા બાદ આરોગ્ય વિભાગે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. જિલ્લામાં 11 હજાર હેલ્થ વર્કર અને 17 હજાર ફ્રન્ટલાઈન વર્કરને બુસ્ટર ડોઝ અપાશે. આ સાથે જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન અભિયાન પૂર્ણ કરવા માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW