સહદેવ દિર્દો ‘બચપન કા પ્યાર’ ગીત ગાવા વાળો છોકરો અકસ્માતને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. માર્ગ અકસ્માતમાં સહદેવને મોટી ઈજા થઈ હતી. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર હેતુ ખસેડાયો હતો. આ અકસ્માતમાં એને માથાના ભાગે ઇજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર નજીકના સુકમા જિલ્લા સારવાર કેન્દ્રમાં કર્યા બાદ એને હોસ્પિટલ લઇ જવાયો હતો.

હાલમાં જગદલપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એની સારવાર ચાલી રહી છે. ઘાયલ અવસ્થામાં એને સૌપ્રથમ સુખમાં જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયો હતો. આ ઘટનાની જાણ થતાં કલેકટર વિનીત બંદનવાર અને એસપી સુનીલ શર્મા હોસ્પિટલ પહોંચ્યા હતા. બંને એ કલાકારની સારી સારવાર માટે આદેશ આપ્યા છે. જગદલપુરના ન્યુરોલોજીસ્ટ સાથે ચર્ચા કર્યા બાદ સહદેવને જગદલપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યો. તબીબોની ટીમ કલાકારનું સતત નિરીક્ષણ કરી રહી છે. આ ઘટનાની જાણ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને થતા તેમણે સુકમા જિલ્લાના કલેકટરને સારી સારવાર કરાવવા માટે આદેશ કર્યા છે. સીએમ ઓફિસે એક ટ્વીટ કરીને આ અંગેની જાણકારી પોસ્ટ કરી હતી. કોટા વિધાનસભાના ધારાસભ્ય અને પ્રદેશ ઉદ્યોગમંત્રી કવાસી લખમાંને જાણ થતાં સારામાં સારી સારવાર માટે આદેશ કર્યા છે.

આ સાથે મેડિકલ કોલેજના તબીબો સાથે વાત કરીને બેસ્ટ ટ્રીટમેન્ટ દેવા કહ્યું છે. ઈજા થયા બાદ જગદલપુર મેડિકલ કૉલેજમાં ઈલાસ શરૂ થયાના પાંચ કલાક સુધી સહદેવ બેહોશ રહ્યો હતો. રાત્રે 10 વાગ્યા બાદ એ હોંશમાં આવી ગયો હતો. હાલમાં એની સ્થિતિ સારી છે. ધીમે ધીમે એની તબિયત સારી થઈ રહી છે. મેડિકલ કૉલેજના ડૉક્ટર ટીકુ સિન્હાએ એવું કહ્યું કે, સહદેવને હોંશ આવી ગયો છે. હાલમાં તે વાતચીત પણ કરી રહ્યો છે. એનુ સિટી સ્કેન કરાવી દેવાયું છે અને ટેસ્ટ પણ પૂરા થઈ ચૂક્યા છે. એની હાલત સ્થિત રહેતા હવે એને રાયપુર અથવા વિશાખાપટ્ટનમ રિફર કરવાની જરૂર નથી. હાલમાં ડૉક્ટરની ટીમનું એવું કહેવું છે કે, હાલમાં એના રીપોર્ટ અંગે કંઈ ખાસ કહી શકાય એમ નથી. પહેલા કરતા સ્થિતિ સારી છે. પરિવારજનો સાથે તે વાતચીત કરી રહ્યો છે. 12 કલાક નિરિક્ષણમાં રહ્યા બાદ વધુ ખ્યાલ આવશે. હાલમાં એના પર ખાસ કોઈ જોખમ નથી. રેપર સિંગર બાદશાહે પણ એ ઝડપથી સાજો થઈ જાય એ માટે દુઆ કરી છે.

